3 કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.
ઓ વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમહે વોચમાય ફુટ નાંય પોડે બાકી યોક-બિજા આરે મેળમિલાપ રાખીન એકતામાય રા.
કાહાકા ઓ મા બાહાબોઅયેહેય, ખોલાહા ગોરહયા લોકહાય માન તુમહે બારામાય આખલા હેય, કા તુમહેમાય જગડા ઓઅઇ રીઅલા હેય.
કાહાકા પેલ્લી વાત તે ઈ આંય વોનાતાહાવ, કા જોવે તુમા મંડળીમાય આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહામાય ફુટ ઓઅહે એને માન એહેકેન બોરહો હેય કા ચ્યાહામાઅને કોલહ્યોક વાતો હાચ્યો હેય.
યાહાટી જોવે કાદો યોક આખહે, “આંય પાઉલા હેતાઉ,” એને બિજો આખહે, “આંય અપુલ્લોસા હેતાંવ” તે કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય હેય?
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
બાકી જોવે તુમા જોનાવરહા હારકા યોકબિજાલ ચાવીન ખાય જાતાહા, તે તુમહાન હાચવીન રા જોજે, એહેકેન નાંય બોના જોજે કા તુમા યોકબીજા નાશ કોઅય દા.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
યાહાટી કા જાં ઓદરાય એને સ્વાર્થ ઓઅહે, તાં જગડો એને બોદા પ્રકારા ખારાબ કામ ઓઅહે.
એટલે ભવિષ્યામાય આપહે બાકી રીઅલા શારીરિક જીવન માઅહા ઇચ્છા પરમાણે નાંય બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે જીવતા રા.