2 કાહાકા આંય મા મોનામાય ઈ ઠોસવીન તુમહે વોચમાય યેનેલ કા ઈસુ ખ્રિસ્તા બારામાય એને ચ્યા હુળીખાંબાવોય મોઅના સિવાય કોઅહિબી બીજી વાતહે બારામાય નાંય વાત કોઉ.
એને અનંતજીવન ઈ હેય, કા ચ્યા તુલ યોકુજ હાચ્ચો પોરમેહેરાલ, એને ઈસુ ખ્રિસ્તાલ જ્યાલ તુયે દોવાડયોહો, જાંએ.
ઓ ગલાતી ભાગા વિસ્વાસી લોકહાય, તુમહાન ઓકાલ નાંય હેય કા, તુમહાન કુંયે ભરમાવી દેના? તુમહાન તે ઈસુ ખ્રિસ્તા હુળીખાંબાવોય મોઅના બારામાય બોજ હારેકોય હોમજાડલા.
બાકી મા હાટી, જો આંય ઘમંડ કોઅતાહાંવ તે કેવળ યે વાતવોય ઘમંડ કોઅહી કા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમહેહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો, જીં કાયબી ચ્યાય કોઅયા, ચ્યા લીદે યા દુનિયા વસ્તુહુ મા હાટી કાયજ મતલબ નાંય હેય, એને આંય યા દુનિયા હાટી કાયજ નાંય હેય.