21 આંય પાઉલ યા પત્રમાય સલામ લોખતાહાવ.
મા ઈ પત્રાલ લોખનારો તિરતિયુસ, પ્રભુમાંય તુમહાન સલામ. આખહે.
માયે તુમહાન પોતે આથાકોય કોલાં મોઠા-મોઠા આક્ષારામાય લોખ્યાં.
આંય પાઉલ, તુમહાન સલામ આખાહાટી યા પત્રામાય આંય મા આથાકોય લોખી રિઅલો હેય, એને યાદ કોઅજા કા આંય કૈદી હેતાંવ, એને માંહાટી પ્રાર્થના કોઅજા, એને તુમહેવોય પોરમેહેરા સદા મોયા ઓઅતી રોય. આમેન.
આંય પાઉલ મા આથાકોય સલામ લોખી રિયહો, આંય મા બોદે પત્રમાય સેલ્લે એહેકેન લોખહુ જેથી બોદહાન ખોબાર પોડે કા ઈ પત્ર મા પાઅને હેય.
આંય પાઉલ મા આથેકોય લોખતાહાવ, કા આંય પોતે ચુકતો કોઅય દિહી, તું પેલ્લાથી જાંઅતોહો કા જો આંય તો મોદાત નાંય કોઅતો, તે તું પોતે ઈ નોવા જીવન નાંય મિળવી હોકતો, યાહાટી તું તો પોતે જીવના મા કર્જદાર હેય.