2 દર રવિવારે તુમહેમાઅને દરેક વિસ્વાસી માઅહું પોતે કામાણી નુસાર પોયહા દાન કોએ, જેથી આંય યાંવ તોવે પોયહા બેગા નાંય કોઅરા પોડે.
જીં કાય તી કોઅઇ હોકી ચ્યેય કોઅયા, ચ્યે થેઅયેય મા મોઅરા પેલ્લા મા ટોલપાવોય અત્તાર તેલ રેડયા, કા મા શરીરાલ કોબારેમાય થોવાંહાટી તિયાર કોઅલા જાય હોકહે.
જો વાહની-વાહની વાતમાય ઈમાનદાર હેય, તો મોઠી વાતમાય બી ઈમાનદાર હેય, એને વાહની વાતમાય બેઈમાન હેય, તો મોઠી વાતમાય બી બેઈમાન રોય.
બાકી રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે જીં ઈસુ શરીરાઆરે લાવાં સુગંદી વસ્તુ ચ્યેહેય તિયાર કોઅયેલ, તી લેયને કોબારે એછે ગીયો.
ચ્યાજ રવિવારે વોખાતે બોદા શિષ્ય બેગા જાયા, એને ચ્યાહાન યહૂદી આગેવાનહા દાક આતી, યાહાટી ચ્યાહાય બાઅણા બંદ કોઇ લેદલા આતા, તોવે ઈસુ માજે યેનો એને વોચમાય ઉબો રોયન આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
યોક આઠવડયા પાછે ચ્યા શિષ્ય પાછા ગોઅમે આતા, એને થોમા ચ્યાહાઆરે આતો, એને બાઅણા બંદ આતા, તોવે ઈસુય યેયન એને વોચમાય ઉબા રોયન આખ્યાં, “તુમહાન શાંતી મીળે.”
આઠવાડ્યા પેલ્લે દિહી જોવે આમા પ્રભુ ભોજહાટી બેગા જાયલા, તોવે પાઉલ ચ્યાહાઆરે વાતો કોઅરા લાગ્યો જો બીજે દિહી જાતો રોનારો આતો, ચ્યાહા હાતે વાતો કોઅયો, એને આરદી રાતહુદુ સંદેશ દેતો રિયો.
ગીયા વોરહામાય તુમા કેવળ દાન દેઅનામાય પેલ્લે આતેં બાકી ઓહડા કોઅરાબી ઇચ્છા રાખનામાય પેલ્લે આતેં, ઈહીં મા સલાહા હેય કા યા મામલામાય તુમહેહાટી બોદહાથી હારાં કાય હેય, આમી જીં કામ તુમહાય સુરુ કોઅયાહાં, ચ્યાલ પુરાં કોઆ, તુમા યાલ પુરાં કોઆહાટીબી ઓલાંજ ઉત્સુક બોની રા, જોલા તુમા ચ્યાલ સુરુ કોઅના સમયે આતા.
માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો.