Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 16:13 - ગામીત નોવો કરાર

13 હાચવીન રા, બોરહો કોઅનામાય બોની રા, હિંમતવાળા માઅહું બોના, બોરહામાય મજબુત બોના.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 16:13
53 ပူးပေါင်းရင်းမြစ်များ  

યાહાટી જાગતા રિયા, કાહાકા તુમહાન નાંય ખોબાર મા પાછા યેયના બારામાય, એને ચ્યા સોમાયા બારામાય.


જાગતા એને પ્રાર્થના કોઅતા રા, કા તુમા પરીક્ષામાય નાંય પોડે, તુમહે આત્મા તે હાચ્ચાં કોઅરા તિયારી હેય, બાકી શરીર નોબળાં હેય.”


યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”


ઓ વિસ્વાસી બાહાહાય, તુમા બાળબુદ્ધિ હારકા વિચાર મા કોઅતા, તેરુંબી ખારાબ કામહા બારામાય બાળાકા હારકા બોના, બાકી હોમાજના બારામાય ડાયા બોના.


યાહાટી ઓ મા પ્રિય વિસ્વાસી બાહાહાય, તુમહે બોરહો કોઅનામાય મજબુત રા એને જુઠા શિક્ષણાકોય ભરમાય મા જાહા, એને પ્રભુહાટી જીં કામ તુમા કોઅતેહે ચ્યામાય સાદા બોજ હારાં પામાંહાટી કોશિશ કોઆ, કાહાકા તુમહાન ખાત્રી હેય, કા જીં કામ તુમા પ્રભુહાટી કોઅતેહે તી નોકામ્યા નાંય હેય.


યા મતલબ ઈ નાંય કા આમા તુમહે બોરહાવોય આમહે ઓદિકાર ચાલાડજે કાહાકા તુમા પોતાના બોરહામાય મજબુત ઉબલા હેતા. યાહાટી આમા તે તુમહેજ આનંદાહાટી તુમહેઆરે કામ કોઅનારા હેજે.


ખ્રિસ્તાય આપહાન સુટા કોઅયા, જેથી કા આપા મૂસા નિયમાહા ગુલામીમાય નાંય રોય હોકજે, યાહાટી તુમા જાંઆય લા કા તુમા સુટે હેય, યાહાટી તુમા પાછા ચ્યાહા ગુલામ મા બોનહા.


પોરમેહેર ચ્યા મહિમા નુસાર તુમહાન ઈ દાન દેય કા ચ્યા પવિત્ર આત્મા તુમહાન ઓહડા સામર્થ્ય દેય કા તુમા પોતે આત્મામાય મજબુત ઓઆ.


છેલ્લે આત્મિક રીતે પ્રભુ શક્તિશાળી સામર્થ્યકોય મજબુત બોના.


દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.


યાહાટી ઓ મા વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય તુમાહાવોય બોજ પ્રેમ કોઅતાહાંવ એને આંય તુમહાન મિળાહાટી વાટ જોવી રિઅલો હેય, જો મા આનંદ એને મુગુટ હેય, ઓ બાહાહાય પ્રભુમાંય એહેકેનુજ, તુમહે બોરહામાય મજબુત રા.


ખ્રિસ્ત જો માન સામર્થ દેહે ચ્ચામાય આંય બોદાંજ કાય કોય હોકહુ.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


ઇપફ્રાસ જો તુમહે ગાવામાઅને એને ખ્રિસ્ત ઈસુ સેવક હેય, તુમહાન સલામ આખહે. તો તુમહેહાટી લાગણી થી પ્રાર્થના કોઅહે, કા તુમા બોદી વાતહેમાય પોરમેહેરા ઇચ્છા પુરીરીતે પુરી કોઅરાહાટી મજબુત બોની રોય.


કાયામ પ્રાર્થના કોઅતે રા, જોવે તુમા પ્રાર્થના કોઅતેહે તોવે જાગતા રા, એને કાયામ પોરમેહેરા ધન્યવાદ કોઆ.


કાહાકા જોવે આમી તુમા પ્રભુવોય બોરહો કોઅનામાય મજબુત હેતા, તોવે ઈ આમા જીવજેહે એહેકેન લાગહે.


યાહાટી આપહાન તિયારી વોગાર લોકહા હારકા હુતલા નાંય રા જોજે, બાકી ચ્યા યેઅના વાટ જોવીન તિયારીમાય એને હાચવીન રોજા.


યાહાટી, ઓ વિસ્વાસી બાહાહાય, બોરહામાય મજબુત રા કા જીં આમહાય પત્ર દોવાડયા, ચ્યાહાકોય જ્યો વાતો તુમહાન હિકાડયો, ચ્યે વાતહેલ પાળતા રા.


લોડાયમાય કોવેજ નાંય હારનારો યોક સૈનિક હારકા તુંબી બોરહામાય મજબુત રો, એને ચ્યા અનંતજીવનાવોય ઓદિકાર મેળવી લે, જ્યાહાટી તુલ નિવડી લેદલો હેય, જીં તુયે બોજ લોકહા હામ્મે કબુલ કોઅયેલ કા તું ખ્રિસ્તાવોય બોરહો કોઅતોહો.


યાહાટી મા પાહા હારકા તિમોથી, તુલ ઈસુ ખ્રિસ્તાપાઅને જીં સદા મોયા મિળહે ચ્યામાય વળગી રોજે.


બાકી તું બોદી વાતહેમાય હાચવીન રો, જી બી દુઃખ વેઠાં પોડે તી સહન કોઇન રો, ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખાહાટી મેઅનાત કોઅતો રો, એને પોરમેહેરા સેવાકા હારકો તી બોદા કોઓ જીં તુલ પ્રભુય કોઅરાહાટી હોપલા હેય.


માયે ખ્રિસ્તા સેવા કોઅરાહાટી કઠીણ મેઅનાત કોઅલી હેય, માયે તી કામ પુરાં કોઅય લેદલા હેય જીં ખ્રિસ્ત ઈસુય માન કોઅરાહાટી હોપલા આતા, આંય સેલ્લે લોગુ બોરહામાય રિયો.


બોદયે વાતહે છેવાટ તારાત ઓઅનારો હેય, યાહાટી સંયમ ઓઇન પ્રાર્થનાયેહાટી જાગતા રા.


સાવચેત ઓઆ, એને જાગતા રા, કાહાકા તુમહે દુશ્માન સૈતાન તુમહે તાપાસ કોઅતો ફિરતો રોહે એટલે તુમહે નાશ કોઅય દેય, રેકનારા સિંહી વાગા હારકો હેય, તો યા હોદમાય રોહે, કા કાલ ફાડી ખાઉં.


દુષ્ટ આત્માહાય રાજ્ય કોઅનારાહાન એને ચ્યા સેનાલ ચ્યા જાગાવોય યોખઠા કોઅયા, જ્યાલ હિબ્રુ ભાષામાય હર-મગીદોન આખલા જાહે. યાહાટી પ્રભુ ઈસુય આખ્યાં, “ઈ વાત વોનાયા, મા યેયના બાંડા હારકા અચાનક ઓઅરી, ધન્ય હેય જો જાગતો રોહે, એને પોતે ફાડકે હાચવી રાખહે કા તો નાગો નાંય ફિરે, લોક ચ્યા નાગાપણ નાંય દેખે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ