4 એને ચ્યાલ કોબારેમાય ડાટી દેનો, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય ચ્યાનુસાર તીજે દિહી પોરમેહેરાય ચ્ચાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
યોનો તીન રાત-દિહી માછલ્યે બુકામાય રિયો, તેહેકોયજ આંય, માઅહા પોહો તીન રાત-દિહી દોરત્યેમાય રિયો.
ચ્યે સમયે ઈસુ ચ્યા શિષ્યહાન આખા લાગ્યો, “જરુર હેય કા આંય યેરૂસાલેમ શેહેરમાય જાંઉ, એને આગેવાન, એને મુખ્ય યાજક, એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ આથાથી બોજ દુઃખ ઊઠાવીહી, એને માઆઇ ટાકલો જાહીં, એને તીજે દિહી પાછો જીવી ઉઠહી.”
એને ગેર યહૂદી લોકહા આથામાય હોઅપી દેઅરી, ચ્યા લોક માન ગાળી દી, મા ઉપે થૂપી, માન ચાપકાહાકોય માર ઠોકી, એને હુળીખાંબાવોય ચોડવી, એને તીજે દિહી પાછો જીવતો ઓઅઇ જાહીં.”
કાહાકા ઈસુ ચ્યા શિષ્યહાઆરે બોજ સમય વિતાવા એને ચ્યાહાન હિકાડાં માગતો આતો. ચ્યેય ચ્યાહાન આખ્યાં, “વેલ્લાજ કાદો માન, માઅહા પોહાલ, મા દુશ્માનાહા ઓદિકારામાય દેય દી, એને ચ્યા લોક માન માઆઇ ટાકી, બાકી તીજે દિહયે આંય પાછો મોઅલા માઅને જીવતો ઓઅઇ જાહીં.”
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
એને ઈસુવે આખ્યાં, “માન માઅહા પોહાહાટી ઈ જરુરી હેય, કા બોજ દુ:ખ વેઠાં પોડી, એને યહૂદી આગેવાન, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ માન નાકારી દી એને માઆઇ ટાકી, એને તીન દિહી પાછે તો પાછો જીવતો ઉઠી.”
યે વાતહે પાછે અરીમતિયા ગાવા યોસેફ, જો ઈસુવા શિષ્ય આતો, બાકી યહૂદી આગેવાનહા દાકે યે વાતેલ ગુપ્તમાય રાખતો આતો, ચ્યાય પિલાત રાજાપાય ઈસુવા કુડી લેય જાઅના માગણી કોઅયી, કા આંય ઈસુવા કુડી લેય જાવ, પિલાત રાજાય ચ્યા વિનાંતી વોનાયને કુડી લેય જાં પરવાનગી દેની, એને યુસુફ યેયન ઈસુ કુડી લેય ગીયો.
ઈસુય દુ:ખ ઉઠાવ્યા એને મોરણા પાછે બોજ પાક્કી સાબિતી કોઇન તો જીવતો હેય એહેકોય દેખાડયાં, એને ચાળીસ દિહયા લોગુ તો પ્રેષિતાહાલ દેખાતો રિયો, એને પોરમેહેરા રાજ્યા વાતો આખતો રિયો.
કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.
એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.
કાહાકા જોવે તુમહાય બાપતિસ્મા લેદા તોવે ખ્રિસ્તા હારકા ડાટાય ગીયા એને ખ્રિસ્તા હારકાજ તુમહાન જીવતા કોઅયા, ઈ એહેકેન યાહાટી ઓઅયા કાહાકા તુમહાય બોરહો કોઅયો કા પોરમેહેરાય ચ્યા સામર્થ્યકોય, ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો.
એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો,
ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.