25 કાહાકા જાહાંવ પોરમેહેર ચ્યા બોદા દુશ્માનાહાલ પુરીરીતે આરવી નાંય દેય, તાંવ લોગુ ખ્રિસ્તાલ રાજા રુપામાય શાસન કોઅના ગોરાજ હેય.
પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, “તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાન આરવી નાંય દાંઉ તાંઉલોગુ.”
કાહાકા બોજ પેલ્લા જોવે દાઉદ રાજા પવિત્ર આત્મા અગુવાઈ કોઇન, ચ્યાય આખ્યાં, “પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં તું મા જમણે આથે બોહો, જાવ લોગુ આંય તો દુશ્માનાહાન આરવી નાંય દાંઉ તાંઉલોગુ.”
કાહાકા દાઉદ તે હોરગામાય નાંય ચોડયો, બાકી તો પોતે આખહે, ‘પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, તું મા જમણા આથા એછે બોહો.’
પોરમેહેરાય બોદી વસ્તુહુલ ખ્રિસ્તા ઓદિકારા તાબામાંય કોઅય દેના, એને પોરમેહેરાય ખ્રિસ્તાલ બોદી વિસ્વાસી મંડળીહયેવોય પ્રધાન ઠોરવ્યો.
એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?”
તુયે ચ્યાલ બોદાંજ વોય ઓદિકાર દેનો, યાહાટી જોવે પોરમેહેરે બોદાંજ કાય માઅહા કોબજામાય કોઅઇ દેનહા,” એને ઓહડા કાયજ નાંય હેય, જીં ચ્યા કોબજામાય નાંય ઓરી, બાકી હાચ્ચાઇ ઈ હેય કા આમી લોગુ આમા બોદાંજ ચ્યા કોબજામાય નાંય એઅજે.