29 પોરમેહેરા વચન આખનારા બેન કા તીન જાં વચન આખે, એને બીજે ચ્યાલ વોનાયને પારખે કા કાય ઈ પવિત્રશાસ્ત્રાનુસાર બરાબર હેય કા નાંય.
અન્તાકિયા શેહેરા મંડળીમાય કોલહાક ભવિષ્યવક્તા એને શિક્ષક આતા, બારનાબાસ, સિમોન જ્યા બિજા નાંવ નીગર આતા, કુરેન શેહેરા લુકીયુસ, હેરોદ રાજા બાહા મનાહેમ એને શાઉલ.
પવિત્ર આત્મા યોક માઅહાલ ચમત્કાર કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ ભવિષ્યવાણી આખના વરદાન દેહે, એને કાદાલ આત્માહાન પારાખનાં વરદાન દેહે, એને યોકાલ જુદી-જુદી ભાષામાય વાત કોઅના વરદાન દેહે, એને બિજાલ ભાષાહા મતલબ આખના વરદાન દેહે.
જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.
બાકી જોવે મતલબ આખનારા નાંય હેય, તે જુદી ભાષા બોલનારા મંડળીમાય ઠાવકાજ રોય, એને મોનામાય પોરમેહેરાઆરે ચુપચાપ વાત કોએ.
બાકી જો મંડળીમાય બોઠલા માઅહા માઅને કાદાલ પોરમેહેરાપાઅને વચન મીળે તે જો પોરમેહેરા વચન બોલી રિઅલો હેય ચ્યાલ ઠાવકા ઓરા જોજે એને બિજાલ બોલા દાં જોજે.
પોરમેહેરા વચનાલ આખનારા વક્તાલ પોતાના વરદાનાલ તાબામાંય કોઅરા જોજે.
જીં માઅહું પોતાનાલ ભવિષ્યવક્તો કા પવિત્ર આત્મા વરદાનાહા કોય બોઆલા હોમજે, તે તી ઈ જાંઆય લેય, કા જ્યો વાતો આંય તુમહાન લોખહુ, ચ્યો પ્રભુ આગનાયો હેય.
યાહાટી ઓ બાહાહાય, પોરમેહેરા વચના પ્રચાર કોઅના વરદાન પામના આશા કોઆ, એને જુદી-જુદી ભાષા બોલનારાહાન મોનાઈ મા કોઅહા.