14 યાહાટી જોવે આપા જુદી ભાષામાય પ્રાર્થના કોઅજે, તે મા આત્મા પ્રાર્થના કોઅહે, બાકી મા મોનામાય ચ્યા કાયજ ફાયદો નાંય હેય, કાહાકા આંય યાલ હોમજી નાંય હોકુ.
યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.
બાકી મંડળીમાય જુદી ભાષામાય બોજ વાતો કોઅના કોઅતા માન ઈ હારાં ગોમહે કા, બીજહાન હિકાડાંહાટી લોકહાન હોમજાય એહેકેન વોછી વાત કોઉ.
કાહાકા જીં માઅહું જુદી-જુદી ભાષા બોલહે, તી માઅહા આરે નાંય બાકી પોરમેહેરાઆરે વાત કોઅહે, યાહાટી ચ્યા વાત કાદાં નાંય હોમજે, કાહાકા તી પવિત્ર આત્મા સામર્થ્યકોય ગુપ્ત વાતો કોઅહે.