4 જ્યા લોક બિજા લોકહાવોય પ્રેમ કોઅતાહા, ચ્યા લોક ધીરજવાન એને દયાળુ હેય, ચ્યા ઓદરાય નાંય કોઅય, ચ્યે પોતે બોડાઈ નાંય કોએ, એને અભિમાન નાંય કોએ.
કાહાકા પિલાત રાજાલ ખોબાર આતી કા મુખ્ય યાજકાહાય ઈસુલ ઓદ્રાયેકોય દોઅવાડી દેનેલ.
એને યાકૂબા પોહાહાય યોસેફા આરે ઈર્ષ્યા કોઇન ચ્યાલ મિસર દેશામાય જાનારાહાલ ગુલામા રુપામાય વેચી દેનો, બાકી પોરમેહેર ચ્યાઆરે આતો.
યાહાટી ચ્ચા બોદા પ્રકારા અધર્મ ખારાબ કામે, એને લોબ, એને દુશ્માની વિચારાહાકોય બોરાય ગીયા, એને ડાહ, એને ખૂન, એને જગડા, એને છલ, એને ઓદરાયેથી ભરપુર ઓઈ ગીયા, એને ચુગલ્યો કોઅનારે,
આપા દિહયા ઉજવાડામાય જીવનારા લોકહા હારકા જીવજે, ભોગ વિલાસ, નશાબાજી, વ્યબિચાર, લુચ્ચાઈ, જોગડો કોઅના એને ઈર્ષ્યામાય જીવન નાંય જીવના.
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
તુમહે વોચમાય કોલહાક લોક એહેકેન વિચાર કોઅતાહા કા આંય તુમહાન મિળાં નાંય યાંવ, યાહાટી ચ્યા ઘમંડી બોની ગીયહા.
ઓ વિસ્વાસી બાહાહાય, માયે યે વાતહેમાય તુમહેહાટી મા એને અપુલ્લોસા દાખલા રુપામાય આખહી, પવિત્રશાસ્ત્રમાય જીં લોખલાં હેય ચ્યા કોઅતા આગલા નાંય જાંહાટી તુમહાન આમહેપાઅને હિકાં જોજે, જેથી તુમા યોકા આગેવાના તુલના કોઇન ઘમંડ નાંય કોઅહા.
એને તુમહાન યે વાતે લીદે દુઃખી બોના જોજે, એને ઓહડા માઅહાન મંડળી સંગતી માઅને કાડી ટાકી દાં જોજે, બાકી તુમા તે આજુ વોદારે અભિમાન કોઅતાહા.
આમી ચ્યા બારામાય જો બિજો સવાલ તુમહાય માન પુછ્યેલ, કા મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં બારામાય તુમા જાંઅતેહે, કા આપા બોદહાન જ્ઞાન હેય, જ્ઞાન ઘમંડ પૈદા કોઅહે, બાકી પ્રેમાકોય ઉન્નતી ઓઅહે.
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
આમહાય ચોખ્યે રીતેથી, જ્ઞાનથી, ધીરજથી, કૃપાળુતાથી, પવિત્ર આત્મા નિષ્કપટ પ્રેમા અનુસરણ કોઇન,
આપહાન ઘમંડ નાંય કોઅરા જોજે, યોકબિજાલ હેરાન નાંય કોઅરા જોજે એને યોકા બિજા આરે આડાઇ નાંય કોઅરા જોજે.
તુમા પુરીરીતે દિન, નમ્ર એને ધીરજવાન બોના, પ્રેમાકોય યોકબીજા બુલો સહન કોઅય લા.
ચ્યા બોદલે યોક બિજાવોય કૃપા રાખા એને દયા કોઆ, એને જેહેકેન પોરમેહેરે તુમહાન ખ્રિસ્તામાય તુમહે પાપહા માફી દેની, તેહેકેન તુમાબી યોકબીજા પાપ માફ કોઆ.
ઈ હાચ્ચાં હેય કા કોલહાક લોક ખ્રિસ્તા હારી ખોબારે પ્રચાર જગડા એને માયેવોય ઓદરાય કોઅના લીદે કોઅતાહા, કોલહાક હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા.
આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર ચ્યા મહિમામય શક્તિ વાપર કોઇન તુમહાન બોજ મજબુત બોનાવે, કા તુમા ધીરજથી એને આનંદથી તુમહે દુઃખ સહન કોઇ હોકે.
કાદોબી, જુઠી નમ્રતા દેખાડીન એને હોરગા દૂતહા ભક્તિ કોઆડીન તુમહાન ઈનામાપાઅને દુઉ નાંય કોઅય દેય, ઓહડા લોક ચ્યાહાન દેખાનારા હોપનામાય લાગી રોતાહા, એને દુનિયા નોજરેકોય વિચાર કોઇન ઘમંડ કોઅતાહા.
યાહાટી જોવે પોરમેહેરાય તુમહાન ચ્યા પવિત્ર એને પ્રિય લોક ઓઅરાહાટી પોસંદ કોઅલા હેય, તે દયાળુ, ભલા કોઅનારા, દિન, નમ્ર એને સહન કોઅનારા બોના.
ઓ વિસ્વાસી બાહાહાય, આમા તુમહાન વિનાંતી કોઅજેહે, કા જ્યેં આળહયે હેય ચ્યાહાન ચેતાવણી દા, જ્યેં બીખર્યે હેય ચ્યાહાન ઈંમાત દા, જ્યેં નોબળે હેય ચ્યાહાન મોદાત કોઆ, એને બોદહાઆરે ધીરજથી રા.
તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના.
એને યે આશેકોય વિરુદ કોઅનારા લોકહાન નમ્ર બોનીન હોમજાડ કા ચ્યા લોક પોરમેહેરા દયાકોય પોસ્તાવો કોએ એને ખ્રિસ્તા બારામાય હાચ્ચાયેલ જાંઆય લે.
બાકી ઓ તિમોથી, તું હાચ્ચાં જાંઅતોહો કા આંય કાય હિકાડતાહાવ, એને કેહેકેન જીવન જીવહું, મા ઉદ્દેશ્ય કાય હેય, એને આંય કાય બોરહો કોઅહુ, માયે મુશીબાતમાય કેહેકેન સહન કોઅયા, કેહેકેન બોદા લોકહાવોય પ્રેમ કોઅહુ, ધીરજ રાખનામાય, એને સતાવણી એને દુઃખ ઉઠાવના બારામાય.
તું પોરમેહેરા વચના પ્રચાર કોઓ, હારી પરિસ્થીતીમાયબી, એને ખારાબ પરિસ્થીતીમાયબી તિયાર રો, પુરી સહનશીલતા કોય લોકહાય કાય બુલ કોઅયીહી તી દેખાડ, એને ચ્યાહાન ચ્યાહા પાપ કોઅના લીદે દોમકાડ, બાકી ચ્યાહાન પ્રોસ્તાહિત કોઓ.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?
યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.
બોદહાથી મહત્વા વાત ઈ હેય કા યોક બિજાવોય વોદારે પ્રેમ કોઆ, કાહાકા જો તુમા લોકહાવોય પ્રેમ કોઅહા તે તુમા કાયામ કોઅહાબી ગલત કામાલ માફી દાંહાટી તિયાર રાહા જ્યો ચ્યાહાય કોઅયોહો.
એને નોક્કી કોઅયા કા તુમા નાંય કેવળ પોરમેહેરાલ ખુશ કોઅનારા જીવન જીવા, બાકી ઈ બી કા તુમા તુમહે હાંગાત્યો વિસ્વાસ્યાહાવોય પ્રેમ કોઆ, જેહેકેન તુમા તુમહે બાહા એને બોઅહી આરે કોઅતેહે. એને કેવળ વિસ્વાસી બાહાહાવોયજ નાંય પ્રેમ કોઅના બાકી યોક બિજાવોય બી પ્રેમ કોઅના.
ઓ પ્રિયાહાય, જોવે પોરમેહેરાય આમહે આરે ઓલો પ્રેમ કોઅયો, તે આપહાનબી યોક-બીજાહાવ એહેકોય પ્રેમ કોઅરા જોજે.