30 બોદહાન બિમારી હારાં કોઅના વરદાન નાંય મિળલા હેય, બોદહાન આલાગ-આલાગ ભાષા બોલના વરદાન નાંય મિળ્યાં.
પવિત્ર આત્મા યોક માઅહાલ ચમત્કાર કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ ભવિષ્યવાણી આખના વરદાન દેહે, એને કાદાલ આત્માહાન પારાખનાં વરદાન દેહે, એને યોકાલ જુદી-જુદી ભાષામાય વાત કોઅના વરદાન દેહે, એને બિજાલ ભાષાહા મતલબ આખના વરદાન દેહે.
ખ્રિસ્તા મંડળીમાય, પોરમેહેરાય આપહાન જુદા-જુદા પ્રકારા કામે કોઅરા દેનલે હેય, બોદહા પેલ્લા, કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડ કોઅયા, પાછે ભવિષ્યવક્તાહાલ, પાછે હિકાડનારા, પાછે સામર્થ્યા કામ કોઅનારાહાન, પાછે બિમાર્યાહાન હારેં કોઅનારાહાન, પાછે ઉપકાર કોઅનારે, પ્રધાન, એને જુદી-જુદી ભાષા બોલનારે.
બોદાજ પ્રેષિત નાંય હેય, બોદાજ ભવિષ્યવક્તા નાંય હેય, બોદાજ હિકાડનારા નાંય હેય, બોદાજ સામર્થ્યા કામ કોઅનારા નાંય હેય.
પવિત્ર આત્મા યોક માઅહાલ ખ્રિસ્તાવોય બોજ બોરહો કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ બિમારી લોકહાન હારાં કોઅના વરદાન દેહે.
યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.