3 યાહાટી મા ઇચ્છા હેય તુમા હોમજાં, કા જીં કાદાં પોરમેહેરા આત્મા અગુવાઈકોય વાત કોઅહે, તો એહેકેન નાંય આખે કા ઈસુ સ્રાપિત હેય, નાંય કાદાં પવિત્ર આત્મા વોગર એહેકેન આખી હોકહે કા, “ઈસુ પ્રભુ હેય.”
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તોવે દાઉદ રાજા આત્મામાય રીન ચ્યાલ કેહેકેન પ્રભુ આખી હોકહે?”
ઈસુવે આખ્યાં, “ચ્યાલ ઓટકાડાહા મા,” કાહાકા ઓહડો કાદોબી, જો મા નાંવા ઓદિકારાકોય મોઠે ચિન્હે કોઅહે, તો તારાત મા નિંદા નાંય કોઅઇ હોકે.
તુમા માન ગુરુ, એને પ્રભુ, આખતાહા, તી હાચ્ચાં આખતાહા, કાહાકા આંય તુમહે ગુરુ એને પ્રભુ બી હેતાઉ.
જોવે આંય પ્રભુ એને ગુરુ હેતાંવ તેરુંં તુમહે પાગ દોવ્યા, તોવે તુમહાય બી યોક બીજહા પાગ દોવીન માયે હારકા કોઅરા જોજે.
આંય આબાઇહીને તુમહેહાટી યોક મોદાત્યો દોવાડીહી, તો આત્મા હેય, જીં આબહા પાઅને યેહે, એને જીં હાચ્ચાં હેય તી પ્રગટ કોઅહે, જોવે તો યી, તોવે તો તુમહાન મા બારામાય આખરી.
ફિલિપે આખ્યાં, “જોવે તું પુરાં મોનાકોય બોરહો કોઅતોહો તે લેય હોકતોહો” ચ્યાય જોવાબ દેનો, “આંય બોરહો કોઅતાહાંવ કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો હેય.”
કાહાકા જો તું તો મુયાકોય ઈસુલ પ્રભુ જાઇન લોકહા હામ્મે સ્વીકાર કોઅહે, એને પોતાના મોનાકોય બોરહો કોઅહે કા પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવાડ્યો, તે પોરમેહેર નોક્કી તો તારણ કોઅરી.
કાહાકા મા એહેકેન ઇચ્છા આતી, કા આંય મા યહૂદી બાહહાહાટી જ્યા મા પોતાના કુટુંબ વાળહા ભલાયે માયેવોય હારાપ લેય લાવ, કા આંય ખ્રિસ્તાપાઅને આલાગ ઓઅય જાવ.
જો કાદાં પ્રભુવોય પ્રેમ નાંય કોએ તે તો સ્રાપિત હેય. ઓ આમહે પ્રભુ યે.
તેરુંબી આમહેહાટી કેવળ યોકુજ પોરમેહેર હેય, એટલે પોરમેહેર આબહો જ્યાપાયને બોદ્યો વસ્તુ બોનાવલ્યો ગીયો, એને આપા ચ્યાહાટી હેય, એને કેવળ યોકુજ પ્રભુ હેય એટલે ઈસુ ખ્રિસ્ત જ્યાકોય બોદ્યો વસ્તુ ઉત્પન્ન જાયો, એને જ્યાકોય આમહાન અનંતજીવન મિળલા હેય.
કાહાકા જોવે કાદાં માઅહું તુમહેપાય યેયન, કાદા બિજા ઈસુ પ્રચાર કોઅહે, જ્યા પ્રચાર આમહાય નાંય કોઅયો કા કાદો બિજો આત્મા મિળહે, જો પેલ્લો નાંય મિળલો આતો, કા આજુ કાદો આલાગ હારી ખોબાર ગ્રહણ કોઅહે જ્યાલ પેલ્લા તુમા નાંય વોનાલા આતા, તે તુમા યાલ બોજ ખુશીથી માની લેતહા.
આમા ઈ નાંય આખજે કા આમહેપાય પોતાનાથી કાયબી કોઅના ક્ષમતા હેય, બાકી પોરમેહેર આમહાન ઈ ક્ષમતા દેહે.
બાકી ખ્રિસ્તાય આપહાન ચ્યા હારાપામાઅને છુટકા કોઅયા જો નિયમાહાલ લેય યેહે, એને ખ્રિસ્ત પોતે આપહે હારાપ લેય લેઈને હુળીખાંબાવોય આપહે પાપહાહાટી બલિદાન ઓઅય ગીયો, જેહેકેન મૂસા નિયમમાય લોખલાં હેય, “હારાપી હેય તો જો હુળીખાંબાવોય માઆય ટાકલો જાહે.”
માન રવિવારા દિહે, જો પ્રભુ દિહી હેય પવિત્ર આત્માય કોબજામાય લેય લેદો, એને આંય મા પાહાલારે કાદાલતેરુ બોલતા વોનાયો જો તુતારી વાજે ઓહડો મોઠો આવાજામાય સાફ રીતે બોલી રિઅલો આતો.