32 તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના.
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
યાથી આંયબી કોશીત કોઅતાહાંવ, કા પોરમેહેરા એને માઅહા એછે મા મન કાયામ નિર્દોષ રોય.
યાહાટી આમીને આપા યોકબિજાલ દોષ નાંય લાવજે, બાકી તુમા ઈ નોક્કી કોઅઇ લા કા કાદા વિસ્વાસી બાહા રુકાવાટ કા ઠોકાર ઓઅના કારણ નાંય બોને.
જેહેકેન આંય બોદહાન બોદી વાતહેમાય ખુશ કોઅરા માગહુ, તેહેકેન તુમાબી કોશિશ કોઆ. મા લાભ નાંય, બાકી બિજા બોદહા લાભ હોદહુ, જેથી ચ્યે બોદે બોચાવલે જાય.
તુમા તુમહે ગોઅમે ખાય એને પિય હોકતેહેં, તુમહાન વાટહે કા પોરમેહેરા મંડળી મોહત્વા નાંય હેય, એને તુમા ચ્યા લોકહાન લાજવાડતાહા જ્યા મંડળીમાય ગોરીબ હેય, યાહાટી આંય તુમહાન આખતાહાવ, તુમહે એહેકેન કોઅનાકોય આંય તુમહે વાહવા નાંય કોઉ.
ખ્રિસ્તા મંડળીમાય, પોરમેહેરાય આપહાન જુદા-જુદા પ્રકારા કામે કોઅરા દેનલે હેય, બોદહા પેલ્લા, કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડ કોઅયા, પાછે ભવિષ્યવક્તાહાલ, પાછે હિકાડનારા, પાછે સામર્થ્યા કામ કોઅનારાહાન, પાછે બિમાર્યાહાન હારેં કોઅનારાહાન, પાછે ઉપકાર કોઅનારે, પ્રધાન, એને જુદી-જુદી ભાષા બોલનારે.
કાહાકા આંય બોદા પ્રેષિતાહા કોઅતા વોછો મોહત્વા હેય, એને પ્રેષિત આખાયા બી લાયકે નાંય હેય, કાહાકા માયે પોરમેહેરા મંડળી લોકહાન સતાવણી કોઅયા.
પોરમેહેરાય જ્યાલ જ્યેં સ્થિતિમાય થોવહયા, એને જ્યેં સ્થિતિમાય નિવડયાહા ચ્યેજ સ્થિતિમાય જીવન જીવા જોજે. બોદી મંડળ્યેહેલ મા ઈંજ આખના હેય.
યાહાટી જો મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના બિજા વિસ્વાસી માઅહાલ ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડેહે, તે આંય મુર્તિહીન બેટ ચોડાવલા ખાઅના ખાઅનાથી, વિસ્વાસી લોકહાન ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઆડના કારણ નાંય બોનુ.
આંય પાઉલ જો પોરમેહેરા ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ, એને બાહા તિમોથિયુસાં તરફથી, ઈ પત્ર કરિંથ શેહેરામાય પોરમેહેરા જીં મંડળી હેય, એને આખાયા વિસ્તારા બોદા પવિત્ર લોકહાહાટી હેય.
પોરમેહેરાઆરે કામ કોઅનારા હેજે, યા લીદે આમા કોઅયેહેબી વાતમાય કાદાલ ઠોકર ખાઅના મોકો નાંય દેજે, કા આમહે સેવાયેવોય દોષ નાંય યેય.
તુમા જાંઅતેહે કા પેલ્લા આંય યહૂદી ધર્મા નિયમાનુસાર જીવન જીવતો આતો, કા આંય પોરમેહેરાવોય બોરહો કોઅનારા લોકહા મંડળીલ સતાવતો આતો, એને ચ્ચાહાન માઆઇ ટાકાં કોશિશ કોઅતો આતો.
યાહાટી કા તુમા બોદહાથી ઉત્તમ વાતહેલ વોળખી હોકે એને ખ્રિસ્તા પાછા યેઅના દિહી લોગુ દોષવગાર એને પવિત્ર રા.
ઉત્સાહા બારામાય આખે તે માયે મંડળીવોય જુલુમ કોઅયો, એને યહૂદી નિયમાહા પાલન કોઅનામાય આંય યોક ન્યાયી માઅહું આતો કાહાકા માયે બોદા નિયમાહા પાલન કોઅલા હેય.
યાહાટી ઓ બાહાહાય, તુમહાય તેહેકેન સતાવણી સહન કોઅયી જેહેકેન પોરમેહેરાવોય બોરહો કોઅનાર્યે મંડળી વિસ્વાસ્યાહાય સહન કોઅયા જ્યો યહૂદીયા વિસ્તારમાય ઈસુ ખ્રિસ્તામાય હેય, કાહાકા તુમહાય બી તુમહે લોકહાપાઅને તેહેકેન દુઃખ વેઠયાં, જેહેકેન ચ્યાહાય યહૂદીયાહાપાઅને વેઠયાહા.
કા જો માન યેતા વાઆ લાગે તે તુમા જાંઆય લા કા, પોરમેહેરા ગુઉ લોકહા રુપામાય જીં જીવતા પોરમેહેરા મંડળી, જીં હાચ્ચાયે ખાંબ, એને મજબુત પાયો હેય, ચ્યામાય આપહાન કેહેકેન જીવા જોજે.
કાહાકા જો ચ્યાલ પોતા ગુઉ હારેં રીતેકોય ચાલાડતા નાંય આવડે, તે તો નક્કીજ પોરમેહેરા મંડળી લોકહાન દેખભાલ કોઅઇ નાંય હોકે.