29 મા વિચાર તુમહે અંતકરણા કોય નાંય, બાકી બિજા માઅહા અંતકરણા લીદે હેય, કાહાકા મા સુટકો બિજા માઅહા અંતકરણા લીદે ન્યાય નાંય કોઅલા જાં જોજે.
પોરમેહેરા આત્મા માયેવોય ઉત્યહો, યાહાટી કા ચ્ચાય ગરીબાહાન હારી ખોબાર આખાહાટી અભિષેક કોઅયોહો. બંધનમાય પોડલાહાન છુટકા દાંહાટી, બોદા આંદળાહાન દેખતા કોઅરાહાટી એને બોદા દાબાય રોઅલાહાન છોડાવાહાટી ચ્ચાય માન દોવાડયોહો.
તુમહાન એહેકેન જીવા જોજે, કા યહૂદી લોકહાન કા ગેર યહૂદી લોકહાન કા પોરમેહેરા મંડળી લોકહાહાટી પોરમેહેરાવોય બોરહો કોઅના રુકાવાટ નાંય બોનના.
જી કાય આંય કોઅરા માગતાહું, ચ્યાલ કોઅરાહાટી આંય સ્વતંત્ર હેતાંવ, આંય પ્રેષિત હેતાઉ, માયે આમહે પ્રભુ ઈસુવાલ દેખ્યહો, મા સેવા થી તુમહાય ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅયોહો.
આંય કાદા માઅહા તાબામાંય નાંય હેય, તેરુંબી માયે પોતાલ બોદહા ગુલામ બોનાવી લેદલા હેય, જેથી આંય વોદીનવોદી લોકહાન ખ્રિસ્તામાય લેય યેય હોકુ.
કાહાકા જ્યો વાતો કેવળ પ્રભુવા નોજરેમાયજ નાંય, બાકી માઅહા નોજરેમાયબી હારી હેય, આમા ચ્યે વસ્તુહુલ હારિરીતે કોઅરાહાટી પોતે દિયાન દેજહે.
બોદી જાતી ખારાબી પાઅને દુઉ રોજા.