26 “તુમા ખાય હોકતેહેં કાહાકા પવિત્રશાસ્ત્ર આખહે, કા જીં દોરતી એને ચ્યેમાય હેય, તી બોદા કાય પ્રભુ હેય.”
બાકી કાદાં તુમહાન પેલ્લાથીજ જાણ કોઅય દેય, કા ઈ મુર્તિહીન બેટ ચોડાવલા હેય, તે ચ્યાલ નાંય ખાઅના તુમહે અંતકરણા લીદે નાંય બાકી જ્યાંય તુમહાન જાણ કોઅય દેના ચ્યા અંતકરણા લીદે, કાહાકા તુમહે સુટ કાદા બિજા માઅહા અંતકરણા કોય નિંદા નાંય ઓઅલી જાય.
કાહાકા પોરમેહેરે જીં કાય બોનાડ્યા, તી બોદા હારાં હેય, એને બોદા ખાઅના પોરમેહેર સ્વીકાર કોઅહે, બાકી પોરમેહેરાલ ધન્યવાદ દેયને ખાં જોજે.
યા દુનિયા મિલકાતવાળા હેય ચ્યાહાન આદેશ દે કા ચ્યા ફુલાય નાંય જાય, એને પારવાય જાનારા પોયહાવોય આશા નાંય કોએ, બાકી પોરમેહેરાવોય આશા કોએ, જો આપહે આનંદાહાટી બોદ્યો વસ્તુ દેનલ્યો હેય.