Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 10:13 - ગામીત નોવો કરાર

13 પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 10:13
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

આમહાન પરીક્ષામાય મા ટાકહે, બાકી સૈતાના કામહાથી બોચાડ, (કાહાકા રાજ્ય એને પરાક્રમ એને મહિમા ઈ કાયામ તોજ હેય. આમેન.)”


‘એને આમહાન આમહે પાપહા માફી દે’ કાહાકા આમા આમહે દુશ્માનાહાન માફી દેજહે ‘આમહાન પરીક્ષામાય મા ટાકહે’ બાકી સૈતાનાથી બોચાડ.”


એને ઈ બોદી વાતહેલ છોડીન આમહે એને તુમહે વોચમાય યોક મોઠો ખાડો ઠોરાવલો ગીયહો, કા કાદો ઇહિને તુમહેપાય યા માગે તો નાંય જાય હોકે એને જો કાદો તુમહે પાયને આમહેપાય યા માગે તો નાંય યી હોકે.’


ઈસુવે ચ્યાહાન આખ્યાં, “કાહા તુમા હુતલા હેય? ઉઠા, એને પ્રાર્થના કોઅતા રા કા, તુમા બોદા પરીક્ષામાય નાંય પોડે.”


જ્યા જેપી નાંય હોકે, ચ્યાહાય પાટ્યાહાવોય, એને બિજા જાહાજા કાય બીજી વસ્તુ આસરો લેઈને નિંગી જાય.” યે રીતેથી બોદાજ હારેરીતે મેરે પોઅચી ગીયા.


પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.


ચ્યાય આપહાન ઓહડા સંકાટા માઅરે બોચાડ્યા, એને બોચાડી, એને આમહાય ચ્યાવોય આશા રાખીહી, કા તો આગલાબી આમહાન બોચાડતો રોઅરી.


તુમહાન નિવડી લેનારો પોરમેહેર બોરહાવાળો હેય, એને તો એહેકેનુજ કોઅરી.


બાકી પ્રભુ બોરહાવાળો હેય, તો તુમહાન આત્મિક રીતે મજબુત કોઅરી, એને તુમહાન સૈતાનાપાઅને બોચાવી રાખી.


પ્રભુ માન બોદા કાવત્રા માઅને બોચાવી રાખરી એને માન ચ્યા હોરગ્યા રાજ્યામાય હારી રીતે સાંબાળીન લેય જાય, ચ્યા મહિમા સાદામાટે ઓઅતી રોય. આમેન.


એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો.


આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.


તુમા પાપા વિરુદમાય સામનો કોઅતાહા, બાકી તુમહે લોય નાંય વોવાડ્યા ઓરી.


યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.


યાહાટી જ્યા પોરમેહેરા ઇચ્છા પરમાણે દુઃખ વેઠતાહા, ચ્યાહાય પોરમેહેરાવોય બોરહો રાખના ચાલુ રાખા જોજે, જ્યેં ચ્યાહા રચના કોઅયીહી. પોરમેહેર કાયામ તી કોઅહે જ્યાલ કોઅના ચ્યાય વાયદો કોઅલો આતો એને યાહાટી જીં હારાં હેય તી કોઅના ચાલુ રાખા.


યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.


જોવે પોરમેહેરા હામ્મે આપા આપહે પાપ કબુલ કોઅજેહે, તોવે તો આપહે પાપ માફ કોઅહે, એને આપહાન બોદા અન્યાય માઅને ચોખ્ખાં કોઅહે, કાહાકા તો બોરહાવાળો એને ધાર્મિક હેય.


પાછે માયે હોરગા ઉગડી ગીઅલા દેખ્યા, એને યોક ઉજળો ગોડો આતો, ચ્યાવોય યોક માઅહું બોઠલા હેય, તો પોરમેહેરા વિશ્વાસયોગ્ય સેવાક એને હાચ્ચો સેવાકબી આખાયેહે, તો ન્યાયપણા તરીકાહા કોય ચ્યા દુશ્માનાહા ન્યાય કોઅહે, એને ચ્યાહા વિરુદ લોડાઈ લોડહે.


તુલ જીં દુઃખ યેનારાં હેય ચ્યા લેદે તું ગાબરાય મા જાહે, સૈતાન તુમહામાઅને કોલાહાક જાંઅહાન જેલેમાય કોંડાડી દી, જેથી તુમહે પરીક્ષા કોઅય હોકે, દોહો દિહી લોગુ તુમહાન બોજ આબદા પોડી. બાકી માયેવોય બોરહો કોઅના કોયદિહી નાંય છોડના, ભલે તુમહાન મોઅરા બી પોડે, કાહાકા આંય તુમહાન તુમહે જીત નો પ્રતિફળા રુપામાય અનંતજીવન દિહી.


તુયે મા સંદેશા પાલન કોઅલા હેય જેથી જોવે તું દુઃખ ઉઠાવે તે ઈંમાત રાખીન સહન કોઅય હોકે. યા લીદે, આંય મોઠી પરીક્ષા સમયામાય તો હાંબાળ કોઅહી, એને યે પરીક્ષા સમયે યા દુનિયા બોદા લોકહાવોય યેઅરી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ