11 ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા.
એને જ્યા દુશ્માનાય ટોળ્યા પોઅયા તો સૈતાન હેય, વાડણી ઈ દુનિયા છેવાટ હેય, એને વાડનારા હોરગા દૂત હેતા.
જેહેકોય ટોળ્યાલ વાડીન બેગો કોઇન આગડામાય હોલગાડી દેતહેં, તેહેકોય દુનિયા છેલ્લા દિહીહયામાય ઓઅરી.
તુમા એહેકોય જરુર કોઅયા કોઆ, કાહાકા તુમા સમયાલ જાંઅતેહે, યાહાટી આમી તુમહાન નિંદે માઅને જાગી ઉઠીન સાવધાન ઓઅય જાઅના સમય યેય ગીયહો, કાહાકા જ્યા સમયે આપહાય બોરહો કોઅલો આતો, ચ્યા સોમાયા વિચાર કોઆ આમી આપહે તારણ પાહી હેય.
એહેકેન લાગહે કા રાત લગભગ વિતી ગીયહી, એને ઉજાળાં ઓઅય જાં કોઅહે, યાહાટી આપા ખારાબ કામહાલ જ્યેં આંદારાં માય કોઅતેહે છોડીન ઉજવાડા આથીયાર બાંદી લા.
જોલ્યહો વાતો પેલ્લાનેજ પવિત્રશાસ્ત્રમાય લોખવામાય યેન્યો, ચ્યો આપહે શિક્ષણાહાટી લોખવામાય યેન્યહો, યાહાટી આપા ચ્ચાથી ધીરજ એને પ્રોત્સાહન મિળતા રોય એને યા પ્રકાર આપા આપહે આશા બોનાડી રાખી હોકજે.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય ચ્ચે બોરહો કોઅયો એને યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો, એહેકોય ફક્ત આબ્રાહામાહાટીજ નાંય લોખલાં ગીયા,
યો વાતો આપહેહાટી ચેતાવણી હારક્યો ઠોરી, જેહેકેન ચ્યાહાય લોબ કોઅયા, તેહેકેન આપા ખારાબ વસ્તુહુ લાલચ નાંય કોઅજે.
ઓ વિસ્વાસી બાહાહાય, આંય ઈ આખતાહાવ, કા ખ્રિસ્તા પાછો યેઅના માય આમી વોદારી સમય નાંય રિઅલો હેય, યાહાટી તુમહે વોરાડ ઓઅઇ ગીયાહા કા નાંય, યા બારામાય વોદારી ચિંતા નાંય કોઅના, બાકી પ્રભુ સેવા કોઅરાહાટી વિચાર કોઅતે રા.
ઈ ખાસ કોઇન આમહેહાટી આખહે, હાં, આમહેહાટીજ લોખલાં હેય, કાહાકા ઈ હારાં હેય, ખેતી કોઅનારો કાયતેબી મિળના આશેકોય ખેતી કોઅહે, એને ખોળામાય મોળણી કોઅનારા માઅહું કોલહાક અનાજ મિળના આશેકોય મોળણી કોઅહે.
યો બેન થેએયો બેન કરારાહાટી યોક દાખલા હારકા કામ કોઅત્યોહો, તો કરાર જો પોરમેહેરાય ઈસરાયેલ લોકહાઆરે સીનાય ડોગાવોય કોઅયો, તી હાગારે હારકી હેય.
તુમહે નમ્ર સ્વભાવ બોદા લોક જાઈ જાય, પ્રભુ ઈસુ માહારીજ યેય રિઅલો હેય.
યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.
જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “આમી બોજ વોછો સમય બાકી રોય ગીઅલો હેય, જો યેનારો હેય તો યેઅરી, એને તો વાઆ નાંય લાવરી.
ઓ પાહાહાય, ઓ ખ્રિસ્તા યેયના છેલ્લો સમય હેય, જેહેકેન તુમહાન ખોબાર હેય, કા ખ્રિસ્તા વિરુદી યેનારો હેય, ચ્યાપરમાણે આમી લોગુ બોજ ખ્રિસ્ત વિરુદી યેનલા હેય, યાકોય આપા જાંઅજેહે કા છેલ્લો સમય યેય ગીઅલો હેય.