Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 કરિંથીઓને 1:9 - ગામીત નોવો કરાર

9 પોરમેહેરાય તુમહાન ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે યોક કોઅલે હેય, કાહાકા પોરમેહેર જો વાયદો કોઅહે ચ્યા પ્રતિ તો વિશ્વાસયોગ્ય હેય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 કરિંથીઓને 1:9
43 ပူးပေါင်းရင်းမြစ်များ  

આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”


કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.


બાકી જો કોલહાક હાર્યો જૈતુના જાડા ડાળખ્યો તોડી ટાકલ્યો ગીયો, એને તુમા ગેર યહૂદી લોક જંગલી જૈતુના જાડા ડાળખ્યેહે હારકા હેય, જ્યાહાન જંગલી જૈતુના જાડા માઅરે તોડીન હારા જૈતુના જાડ માય કલામ કોઅવામાય યેના, આમી તુમા યહૂદીયાહાથી જી હારેં જૈતુના જાડા મુળે હેય, એને ચ્ચે જૈતુના રસાથી બોઆલા મુળહા ભાગીદાર બોની ગીઅલા હેય.


આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.


પાછે જ્યાહાલ ચ્યાય પેલ્લેથી નોક્કી કોઅયા, ચ્યાહાન નિવડયાબી, એને જ્યાહાન નિવડયા, ચ્યાહાન ન્યાયી બોનાડ્યા, એને જ્યાહાન ન્યાયી બોનાડ્યા, ચ્યાહાન ચ્યા મહિમાયેમાયબી ભાગીદાર બોનાડ્યા.


યાહાટી આપા યહૂદી લોકહાનુજ નાંય બાકી ગેર યહૂદી લોકહામાઅને બી નિવાડલા હેય.


બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.


પાપ કોઅના ઇચ્છા આપા બોદહામાય યેહે, બાકી પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય, તો તુમહાન ઓહડી પરીક્ષામાય નાંય પોડા દી, જીં તુમહે સહન કોઅના કોઅતા વોદારી હેય, બાકી તો તુમહાન શક્તિ દી જેથી તુમા પાપ કોઅનાથી બોચાંહાટી બળવાન બોને.


જોવે આપા પ્રભુભોજમાય વાપર કોઅલા વાટકામાઅને દારાખા રોહો પિતહેં, જ્યાહાટી પોરમેહેરા ધન્યવાદ કોઅતેહે, તે આપા આસલીમાય ખ્રિસ્તા લોયામાય ભાગીદાર ઓઅતેહે, એને જોવે આપા બાખે તોડતેહે એને ખાતહેં, તે આસલીમાય ખ્રિસ્તા શરીરા ભાગીદાર ઓઅતેહે.


પોરમેહેરા હાચ્ચાયે કસમ માયે તુમહાન જો સંદેશ દેનો, ચ્યામાય “હાં” ને મતલબ હાં એને “નાંય” ને મતલબ નાંય ઓઅહે.


બાકી પોરમેહેરા જોવે ઇચ્છા ઓઅયી કા માયેવોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાલ પ્રગટ કોએ કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, ચ્યાય મા જન્મો ઓઅના પેલ્લાજ માન નિવડી લેદો એને ચ્યા સદા મોયાકોય માન હાદ્યો.


ઈ એહેકેન હેય જેહેકેન કા આંય ખ્રિસ્તાઆરે હુળીખાંબાવોય મોઅઇ ગીયો, આંય તો નાંય હેય જો આમી જીવતો હેય, બાકી તો ખ્રિસ્ત હેય જો માંયેમાય જીવી રિઅલો હેય, જેહેકેન આમી આંય જીવી રિઅલો હેય, તે આંય પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન જીવતો હેય, જો માન પ્રેમ કોઅહે કા ચ્યાય માંહાટી ચ્યા જીવ દેનો.


એને પોરમેહેરા યોજના ઈ હેય, ઈસુ ખ્રિસ્તા હારી ખોબારે લીદે એકતામાય રોઅના લીદે ગેર યહૂદી લોક યહૂદી લોકહા બોરકાતમાય, એને યોક શરીરા ભાગ એટલે ખ્રિસ્તા મંડળી, એને પોરમેહેરાય યહૂદી લોકહાઆરે કોઅલા વાયદાહા ભાગી બોની.


આમી આંય તુમહેહાટી જીં દુઃખ બોગવી રોયહો, ચ્યા લીદે આંય ખુશ હેતાઉ, એને આંય સાદા મા શરીરામાય દુઃખ સહન કોઅતાહાંવ જેહેકેન ખ્રિસ્તાય ચ્ચા શરીરાહાટી એટલે મંડળીહાટી સહન કોઅયા.


કા તુમા ઓહડા જીવન જીવા જ્યાથી પોરમેહેર ખુશ ઓએ, જો તુમહાન પોતાના રાજ્યામાય એને મહિમામાય હાદહે.


પોરમેહેરે તુમહાન ચ્યે હારી ખોબારેકોય બોચાડા હાટી હાદલા હેય, જીં આમહાય તુમહે વોચમાય પ્રચાર કોઅયા, જેથી તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામાય ભાગીદાર ઓઅય હોકે.


બાકી પ્રભુ બોરહાવાળો હેય, તો તુમહાન આત્મિક રીતે મજબુત કોઅરી, એને તુમહાન સૈતાનાપાઅને બોચાવી રાખી.


કાહાકા પોરમેહેરાય આપહાન તારણ દેના, એને આપહાન પવિત્ર જીવન જીવાહાટી નિવડી લેદલા હેય, ચ્યાય આપહાન યાહાટી નાંય નિવડયાહા કા આપહાય હારેં કામે કોઅલે હેય, બાકી યાહાટી કા ચ્યા યોજના એને સદા મોયા લેદે નિવડી લેદલે હેય. પોરમેહેરાય યા પેલ્લાજ ચ્યાય દુનિયા બોનાવ્યાં, ઈસુ ખ્રિસ્તાલ દુનિયામાય આમહેહાટી મોરાં દોવાડના પેલ્લાજ ચ્યા સદા મોયા દેખાડાહાટી યોજના બોનાવી લેદલી આતી.


જોવે આપા ખ્રિસ્તાઆરે હાચ્ચાં બોરહાવાળા નાંય હેય, તેરુંબી તો આપહેઆરે હાચ્ચાં બોરહાવાળો રોહે, કાહાકા તો ચ્યા સ્વભાવા પ્રતિ જુઠો નાંય ઓઅય હોકે.


તોવે ચ્યે પોરમેહેરાઆરે સાદા રાંહાટી આશા કોઅતેહે, કાહાકા પોરમેહેરાય, જો કોદહી જુઠા નાંય બોલે, ચ્યાય ઈ દુનિયા બોનાવા પેલ્લા વાયદો કોઅયો કા ચ્યા લોક અનંતજીવન જીવતા રોય.


એને આપહે આશાયે કબુલાતેલ મજબુતથી દોઅય રાખતેં, કાહાકા પોરમેહેર ઇમાનદારીથી તો બોદા કોઅરી જીં ચ્યાય કોઅના વાયદો કોઅલો આતો.


આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.


યા લીદે ચ્યાલ જોજું આતાં, કા બોદયે વાતહેમાય બિલકુલ બિજા બોદા માઅહા હારકા બોની જાય, એટલે તો પોરમેહેરા હામ્મે આમહે દયાળુ એને બોરહાવાળો મહાયાજક બોની હોકે, એને લોકહા પાપહા માફ્યે હાટી પોતે પોતાલ બલિદાન કોઅઇ હોકે.


ઓ વિસ્વાસી બાહા એને બોઅયેહેય તુમા જ્યા પોરમેહેરા હેતેં, તુમા હોરગામાય ચ્યાઆરે ભાગી ઓઅરાહાટી દોવાડલે હેતેં. જો આપહેહાટી પોરમેહેરા પ્રેષિત એને મહાયાજક હેય ઈસુ ખ્રિસ્તાવોય દિયાન દા.


કાહાકા જો આપા આપહે પેલ્લા બોરહાલ છેલ્લે લોગુ ટકાડી રાખજેહે, તોવે આપા ખ્રિસ્તા સહભાગી બોની રોજહે.


યાહાટી યા યે બેન વાતહે લીદે એટલે ચ્યા વાયદા એને કસમ જ્યાહા બારામાય પોરમેહેર કોદહી જુઠો નાંય ઠોરી હોકે. યાહાટી આપા જ્યા પોરમેહેરાપાય સુરક્ષા મેળવાહાટી યેનહે એને જીં આશા ચ્યાય આપહાન દેનહી, આમા ચ્યેલ મેળવી રાખતા વોદારે દિલાસો મિળ્યહો.


પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.


જીં કાય આમહાય દેખ્યા, એને જીં વોનાલા હેય, ચ્યા હારી ખોબાર તુમહાનબી આખજેહે, યાહાટી કા તુમહાનબી આમહે આરે સંગતી મીળે, એને આમહે ઈ સંગતી પોરમેહેર આબહા આરે એને ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાઆરે હેય.


બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.


યાકોય આપા જાંઅજેહે, કા આપા ચ્યામાય એને તો આપહેમાય વોહતી કોઅહે, એને તો આપહેઆરે એકતામાય રોહે, કાહાકા ચ્યાય પોતાના પવિત્ર આત્મા દેનલા હેય.


પાછે માયે હોરગા ઉગડી ગીઅલા દેખ્યા, એને યોક ઉજળો ગોડો આતો, ચ્યાવોય યોક માઅહું બોઠલા હેય, તો પોરમેહેરા વિશ્વાસયોગ્ય સેવાક એને હાચ્ચો સેવાકબી આખાયેહે, તો ન્યાયપણા તરીકાહા કોય ચ્યા દુશ્માનાહા ન્યાય કોઅહે, એને ચ્યાહા વિરુદ લોડાઈ લોડહે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ