5 કાહાકા તુમહાન બોદાજ જાતની બોરકાત મિળલી હેય, કાહાકા તુમા ખ્રિસ્તા હેય, તુમહાન બોદાંજ વચન બોલા એને હોમાજના જ્ઞાન દેનલા હેય.
એને ચ્યા બોદા પવિત્ર આત્માકોય બાઆઈ ગીયા, એને જેહેકેન પવિત્ર આત્માય ચ્યાહાન બોલના તાકાત દેની, ચ્ચે રીતે જુદી-જુદી ભાષામાય બોલા લાગ્યા.
જો ઈસરાયેલ લોકહા બોરહો નાંય કોઅના લીદે ગેર યહૂદી દુનિયાદારી લોકહાહાટી બોરકાતદાર બોન્યા, તે ઈસરાયેલ લોક પોરમેહેરાપાય ફિરી યી તોવે હાચ્ચાંજ દુનિયા લોકહાન આજુ વોદારે બોરકાત મિળી જાઅરી.
ઓ વિસ્વાસી બાહાહાય, માન પોતે તુમહે બારામાય ખાત્રી હેય, કા તુમા હારાં કોઅરાહાટી સદા તિયાર રોતેહેં, તુમા પુરીરીતે જાંઅતેહે કા તુમહાન કાય કોઅરા જોજે, એને તુમા યોકબિજાલ હિકાડી હોકતેહેં.
જોલ્યહો વાતો પેલ્લાનેજ પવિત્રશાસ્ત્રમાય લોખવામાય યેન્યો, ચ્યો આપહે શિક્ષણાહાટી લોખવામાય યેન્યહો, યાહાટી આપા ચ્ચાથી ધીરજ એને પ્રોત્સાહન મિળતા રોય એને યા પ્રકાર આપા આપહે આશા બોનાડી રાખી હોકજે.
પવિત્ર આત્મા યોક માઅહાલ ચમત્કાર કોઅના વરદાન દેહે, એને બિજા માઅહાલ ભવિષ્યવાણી આખના વરદાન દેહે, એને કાદાલ આત્માહાન પારાખનાં વરદાન દેહે, એને યોકાલ જુદી-જુદી ભાષામાય વાત કોઅના વરદાન દેહે, એને બિજાલ ભાષાહા મતલબ આખના વરદાન દેહે.
પવિત્ર આત્મા યોક માઅહાલ સંદેશ આખાહાટી વરદાન દેહે જીં બુદ્ધિકોય બાઆલા હેય, એને તીંજ પવિત્ર આત્મા બિજા માઅહાન સંદેશ આખાહાટી વરદાન દેહે જીં જ્ઞાનાકોય બાઆલા હેય.
જો આંય ભવિષ્યવાણી કોઉ, એને બોદા ભેદ એને બોદા પ્રકારા જ્ઞાન હોમજુ, એને ડોગાલ ઇહિને તાં ઓટાડી દેઅના ઓલો પોરમેહેરાવોય બોરહો કોઉ, બાકી આંય લોકહાવોય પ્રેમ નાંય કોઉ, તે મા કાયજ કિંમાત નાંય હેય.
ભવિષ્યવાણ્યો એને જુદી-જુદી ભાષામાય એને ખાસ જ્ઞાનાકોય વાત કોઅના બેકાર ઓઅય જાય, બાકી પ્રેમ સાદા બોની રોય.
ઓ વિસ્વાસી બાહાહાય, વોનાયા યો બોદ્યો વાતો કેહેકેન ઓઅરા જોજે, જોવે તુમા આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહેમાઅને કાદો ગીત આખહે, કાદો શિક્ષણ દેહે, કાદો પ્રભુકોય દેનલા ગીઅલા પ્રકાશન આખહે, કાદો જુદી ભાષા બોલહે, તે કાદો ચ્યા અનુવાદ કોઅહે, યે બોદી વાતહે હેતુ ઓ ઓઅરા જોજે કા મંડળી બોરહામાય મજબુત બોને.
યે રીતીકોય તો જ્ઞાના લીદે જો વિસ્વાસી બાહા બોરહામાય નોબળો હેય જ્યાહાટી ખ્રિસ્ત મોઅયો તો માઅહું ખ્રિસ્તાવોય બોરહો કોઅના બંદ કોઅય દી.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
બાકી જેહેકેન બોદયે વાતમાય એટલે બોરહો, વચન, જ્ઞાન એને બોદીજ જાત્યે યત્નમાય, એને ચ્યા પ્રેમામાય જો આમહાવોય રાખતાહા, વોદતા જાતહા, તેહેકેનુજ ગરીબ વિસ્વાસ્યાહાલ દાન દેયના કામાંમાયબી વોદતા જાં.
યે રીતે તુમા બોદ્યેજ જાત્યે મિલકાતથી ભરપુરી ઓઇન ઉદારતા દેખાડાં સમર્થ ઓઅહા, એને જોવે આમા જરુર પોડતા લોકહાન, તુમહે દાન દાહું, તે ચ્યા લોક પોરમેહેરાલ ધન્યવાદ દેઅરી.
આંય ઈ પ્રાર્થના કોઅતાહાંવ કા મહિમામય પોરમેહેર, આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા મહિમામય આબહો એને મહિમા આબહો, તુમહાન આત્મિક જ્ઞાન એને બુદ્દિ દેય, જેથી તુમા આજુ વોદારી પોરમેહેરાલ હારેકોય હોમજી હોકા.
પોરમેહેરાય ઈસુકોય એહેકેન યાહાટી કોઅયા, કા યેનારા દિહહયામાય તો દુનિયા લોકહાન આખી હોકે કા ચ્યા સદા મોયા કોલહી મહાન હેય, જી ચ્યાય ખ્રિસ્તામાય આમે બોદહાવોય દેખાડયાહા.
માયેવોય જ્યા બોદા પોરમેહેરા લોકહા કોઅતો હાનામાય હાનો હેય, માન ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તામાય મિળનારી બોરકાત બારામાય હારી ખોબાર આખના સદા મોયા મીળહી. ઈ બોરકાત જી આમહાન ખ્રિસ્તામાય મિળહે, તી માઅહા હોમાજનાથી બારે હેય.
એને મા હાટીબી પ્રાર્થના કોઆ, જેથી આંય ઇંમાતથી હારી ખોબારે બારામાય ગુપ્ત ભેદ હોમજાડી હોકુ.
એને મા ઈ પ્રાર્થના હેય કા યોક બીજહાવોય તુમહે પ્રેમ, હાચ્ચાયે જ્ઞાન એને બોદા વિચારાહા આરે આજુબી વોદતે જાય.
કાહાકા તો તોજ હેય, જો પોરમેહેરા બુદ્દિ એને જ્ઞાન વળાખ કોઆડેહે, જેથી ચ્ચા ખોજાના હારકા હેય જીં દુબાડી થોવલાં આતા. કેવળ ખ્રિસ્તજ ચ્યાલ જાંઅહે એને તો ચ્યાલ બોદા લોકહાન દેખાડેહે.
આમી તુમા નોવે માઅહે બોની ગીઅલે હેય, પોરમેહેર, યાલ બોનાડનારો આજુ વોદારી ચ્યા રુપામાય બોનાવી રિઅલો હેય, કા ચ્યા બારામાય પુરાં જ્ઞાન દેય હોકે.
તુમાહામાય ઓકાલવાળો એને હોમાજદાર કું હેય? જો તુમા ઓએ, તે તુમહાન ઈ યોક હારાં જીવન જીવનાથી, એને ચ્ચે નમ્રતાઆરે જીં તુમહે ઓકાલકોય યેહે હારેં કામે કોઇ દેખાડાં જોજે.
બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.