11 કાહાકા ઓ મા બાહાબોઅયેહેય, ખોલાહા ગોરહયા લોકહાય માન તુમહે બારામાય આખલા હેય, કા તુમહેમાય જગડા ઓઅઇ રીઅલા હેય.
ઓ વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમહે વોચમાય ફુટ નાંય પોડે બાકી યોક-બિજા આરે મેળમિલાપ રાખીન એકતામાય રા.
મા આખના મોતલાબ ઈ હેય કા, તુમહેમાઅને કાદો આખહે કા, “આંય પાઉલા શિષ્ય હેય,” તે કાદો “અપુલ્લોસા,” તે કાદો “કેફા” તે કાદો આખહે કા “આંય ખ્રિસ્તા શિષ્ય હેતાંવ.”
કાહાકા પેલ્લી વાત તે ઈ આંય વોનાતાહાવ, કા જોવે તુમા મંડળીમાય આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહામાય ફુટ ઓઅહે એને માન એહેકેન બોરહો હેય કા ચ્યાહામાઅને કોલહ્યોક વાતો હાચ્યો હેય.
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
કાહાકા માન બિક હેય, કાય એહેકેન નાંય ઓએ, કા આંય યેયન જેહેકેન એઅરા માગુ, તેહેકોય તુમા નાંય દેખાય, એને માન બી તુમા નાંય એઅરા માગેત તેહેકેનુજ એએ. કા તુમહેમાય જુલાના, આડાઇ, રોગ, વિરુદ, રોગવાના, ચુગલી, અભિમાન એને ધાંદલ, ઈ નાંય રોય.
બાકી જોવે તુમા જોનાવરહા હારકા યોકબિજાલ ચાવીન ખાય જાતાહા, તે તુમહાન હાચવીન રા જોજે, એહેકેન નાંય બોના જોજે કા તુમા યોકબીજા નાશ કોઅય દા.
મુર્તિપુજા એને મેલી વિદ્યા, દુશ્માની, જોગડો કોઅના, ઓદરાય કોઅના, ગુસ્સો કોઅના, સ્વાર્થ, વિરોદ કોઅના, ફુટ પાડના,
આપહાન ઘમંડ નાંય કોઅરા જોજે, યોકબિજાલ હેરાન નાંય કોઅરા જોજે એને યોકા બિજા આરે આડાઇ નાંય કોઅરા જોજે.
તુમા ટુટરીયા વોગાર, તકરાર કોઅયા વોગાર બોદા કામ કોઆ.
તોવે તો ફુલાય ગીયહો, ચ્યાલ કાય હોમજાય નાંય, બાકી ચ્યાલ મતલબ વોગર વાદ બોલા-બોલી એને નોકામ્યો બડ-બડ કોઅના રોગ હેય, જ્યેથી ફુટફાટ, ઈર્ષ્યા, જગડો, બીજહા નિંદા કોઅના, ખારાબ વાતહે શંકા કોઅના.
બાકી નોક્કામ્યે વાતહે બોલાબોલ્યો એને આગલ્યા ડાયહા પેડયેહે કાહાન્યો, એને ફુટફાટ, એને જોગડા થી મૂસા નિયમાહા બારામાય જોગડો કોઅના, યાપાઅને દુઉ રો, કાહાકા ઈ બોદા નોકામ્યા એને કાદા ફાયદા નાંય હેય.