10 ઓ વિસ્વાસી બાહાબોઅયેહેય, આંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવામાય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમહે વોચમાય ફુટ નાંય પોડે બાકી યોક-બિજા આરે મેળમિલાપ રાખીન એકતામાય રા.
માઅહે જુના ફાડકા આરે નોવા ફાડકા ઠિગળા નાંય હિવેત, કાહાકા દોવ્યા પાછે નોવા ફાડકા ચંડળાય જાય એને જુના આજુ ચિઆઈ જાહે, એહેકેન તીં ફાડકા કામ નાંય લાગે. એહેકેન મા શિક્ષા જુની રીતીરીવાજાહા આરે જોડે, તે મા શિક્ષા યા ફાડકા હારકી કાયજ કામ નાંય લાગે.
માઅહે જુના ફાડકા આરે નોવા ફાડકા ઠિગળા નાંય હિવેત, કાહાકા દોવ્યા પાછે નોવા ફાડકા ચંડળાય જાય એને જુના આજુ ચીઈ ટાકહે, એહેકેન તી ફાડકા કામ નાંય લાગે. એહેકેન મા શિક્ષા જુની રીતીરીવાજાહા આરે જોડે, તે મા શિક્ષા યા ફાડકા હારકી કાયજ કામ નાંય લાગે.
જોવે યોક દેશા લોક ચ્યાહામાયજ ફુટ પોડે તો ચ્યા વદારી સમય નાંય ટોકી હોકે.
યે વાતહે લેદે યહૂદી આગેવાનહામાય પાછી ફુટ પોડી ગીયી.
આંય ચ્યાહામાય એને તું માંયેમાય, યાહાટી કા ચ્યા પુરેરીતે કોઇન યોક ઓઈ જાય એને દુનિયા લોકહાન ખોબાર પોડે કા તુયે માન દોવાડયો, એને જેહેકેન તુયે માયેવોય પ્રેમ કોઅયા, તેહેકેન ચ્યાહાવોય પ્રેમ કોઅલા હેય.
એહેકોયન ઈસુ લીદે લોકહામાય ફુટ પોડી ગિઇ.
તોવે કોલાહાક પોરૂષી આખા લાગ્યા, “ઈ માઅહું પોરમેહેરા એછને નાંય હેય, કાહાકા તો આરામા દિહી નાંય પાળે,” બાકી બીજહાંય આખ્યાં, “પાપી માઅહું ઓહડા ચમત્કાર કેહેકેન કોઇ હોકહે?” એને ચ્યાહામાય ફુટ પોડી ગીયી.
એને બોરહો કોઅનારાહા મંડળી યોક જીવ એને યોકા મોના આતી, ઓલે લોગુ કા કાદોજ પોતા મિલકાત પોતા નાંય આખતો આતો, બાકી ચ્યાહાય ચ્યાહાપાય જીં કાય આતાં તી બોદા યોખઠા કોઅયા.
ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી.
યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.
યોક-બિજા આરે મેળમિલાપ રાખા, અભિમાની નાંય બોના, બાકી ગરીબાહા આરે સંગતી રાખા, પોતાલુજ બુદ્ધિમાન નાંય હોમાજના.
ઓ વિસ્વાસી બાહાહાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તામાય આમહે બોરહા લીદે એને પવિત્ર આત્માય જીં પ્રેમ દેનહા, ચ્યા લીદે, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ કા માંહાટી પોરમેહેરાલ બોજ ઈમાનદારીકોય પ્રાર્થના કોઆ.
આમી ઓ વિસ્વાસી બાહાહાય, આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા તુમા ઓહડા લોકહાપાઅને હાચવીન રા, જ્યા ફુટ પાડના એને બીજહાન પાપ કોઅના કારણ બોનતેહે, ઓહડો વ્યવહાર ચ્યે હાચ્ચાં શિક્ષણા આરે મેળ નાંય ખાય, તુમા ઓહડા લોકહાથી દુઉ રા.
કાહાકા ઓ મા બાહાબોઅયેહેય, ખોલાહા ગોરહયા લોકહાય માન તુમહે બારામાય આખલા હેય, કા તુમહેમાય જગડા ઓઅઇ રીઅલા હેય.
કાહાકા પેલ્લી વાત તે ઈ આંય વોનાતાહાવ, કા જોવે તુમા મંડળીમાય આરાધના કોઅરાહાટી બેગે ઓઅતેહે, તે તુમહામાય ફુટ ઓઅહે એને માન એહેકેન બોરહો હેય કા ચ્યાહામાઅને કોલહ્યોક વાતો હાચ્યો હેય.
જેથી શરીરમાય ફુટ નાંય પોડે, બાકી બોદે યોક બીજહા દેખભાલ કોએ.
કાહાકા તુમા આમી લોગુ અવિસ્વાસ્યા લોકહા હારકે રોતેહેં, યાહાટી જોવે તુમહામાય ઈર્ષ્યા એને જગડો હેય, તે કાય તુમા અવિસ્વાસ્યા હારકા નાંય હેય? એને કાય તુમા દુનિયા લોકહા હારકે નાંય જીવી રીયહે?
યાહાટી આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા મા દાખલા અનુકરણ કોઆ.
આંય તોજ પાઉલ જો તુમહે હામ્મે બોલવાથી બિઅતાહાવ, બાકી તુમહેથી દુર રોવાથી ઇંમાતવાળો બોની જાતહાવ, તુમહાન ખ્રિસ્તા નમ્રતા, એને કોમળતા લીદે વિનાંતી કોઅય રિયહો.
આમી, ઓ બાહાહાય એને બોઅયેહેય, આનંદામાય રા, સિદ્ધ ઓઅતા જાયા, યોકબિજાલ ઈંમાત દા, યોકાજ વિચારા બોના, મિળીન રા, એને પ્રેમ એને શાંતીદાતા પોરમેહેર તુમહેઆરે રોઅરી.
જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા.
યાહાટી આમા ખ્રિસ્તા એલચી હેજે, માના પોરમેહેર આપહેથી લોકહાન ચ્યા સંદેશ માની લાંહાટી બળજબરી કોઅય રિયહો, આમા ખ્રિસ્તાથી લોકહાન વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરાઆરે મેળમિલાપ કોઅય લા.
પોરમેહેરાઆરે કામ કોઅના લીદે આમા તુમહાન ઇબી વિનાંતી કોઅજેહે, કા પોરમેહેરા જીં સદા મોયા તુમહાન મીળહી, ચ્યેલ નોકામ્યી મા જાં દાહા.
ઓ બાહાબોઅયેહેય, આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા તુમા મૂસા નિયમ પાળના બંદ કોઆ, જેહેકોય માયે બંદ કોઅય દેનહા એને તુમા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના પેલ્લા જેહેકોય આતા તેહેકોય આંયબી ઓઅય ગીયહો, તુમહાય મા હારેકોય દેખભાલ કોઅયી.
દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.
તેરુંબી. આપા ચ્ચા નિયમાહા નુસાર આગલા વોદતા રા, જીં આપહાય આમીલુગુ માનલા હેય.
જીં કાય ચ્યા તુમહેહાટી કોઅતાહા, ચ્યા લીદે ચ્યાહા બોજ આદર કોઆ એને ચ્યાહાન બોજ પ્રેમ કોઆ, એને યોકાબીજા આરે શાંતિથી રા.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તા પાછા યેઅના એને આપહે ચ્યા હામ્મે યોખઠા ઓઅના બારામાય લોખલાં હેય.
આંય પોરમેહેર, ઈસુ ખ્રિસ્ત એને ચ્યા નિવાડલા હોરગા દૂતહાન સાક્ષીદાર હોમજીન તુલ ઈ જવાબદારી હોપતાહાવ કા વોગર પક્ષપાત કોઅયા યે વાતહે પાલન કોઓ, એને પક્ષપાતકોય કોઅહાજ કામ નાંય કોઅના.
જોવે ઈસુ ખ્રિસ્ત રાજા બોનીન રાજ્ય કોઅરા યી, તોવે તો જ્યેં જીવતે રોય એને જ્યેં મોઅઇ ગીઅલે હેય ચ્યા બેનહયા ન્યાય કોઅરી, યાહાટી પોરમેહેર એને ખ્રિસ્તાલ સાક્ષીદાર હોમજીન, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ.
ઓ બાહા એને બોઅયેહેય, તુમા યા દુનિયામાય પરદેશી એને મુસાફીર હારકા હેતા, આંય તુમા લોકહાન વિનાંતી કોઅતાહાંવ કા ચ્યો બોદ્યો શરીરા ખારાબ ઇચ્છાહાથી બોચા કાહાકા યો તુમહે આત્માહા વિરુદ કોઅત્યોહો.
પોરમેહેર જો પુરીરીતેથી સદા મોયાકોય બોઆલો હેય, ચ્યાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે તુમહે એકતા લીદે ચ્યા અનંત મહિમાયેમાય ભાગીદાર બોનાહાટી તુમહાન હાદ્યાહા. તુમહે વાયજ વાઆ લોગુ દુઃખ વેઠયાં પાછે પોતેજ તુમહાન સિદ્ધ એને મજબુત એને બળવાન કોઅરી.