17 તોવે ઓહડી દશામાય પાપ કોઅનારો માઅહું આંય નાંય હેતો, બાકી જો માંયેમાય બાઆલો પાપ હેય તો ખારાબ કામ કોઅહે.
જો આંય તીંજ કોઅહુ જીં ખારાબ કામ હેય, તોવે તીં ખારાબ કામ કોઅનારો આંય નાંય રિયો, બાકી પાપ જો માંયેમાય બાઆલો હેય.
કાહાકા આંય જાંઅહું, કા માંયેમાય એટલે કા મા શરીરા સ્વભાવામાય હારી વસ્તુ વાસ નાંય કોએ, ઇચ્છા તે મા માય હેય, બાકી હારેં કામે માયેકોય ઓઈ નાંય હોકે.
કાહાકા જો કાદામાય દાન દેયના ઇચ્છા હેય તે જીં કાય ચ્યાપાય હેય, ચ્યા આધારાવોય ચ્યા દાન માન્ય ઓઅરી, નાંય કા ચ્યા આધારાવોય, જીં ચ્યાપાય નાંય હેય.
બાકી માન પોતાના શરીરા અવયવાહામાય બિજા પ્રકારનો નિયમ દેખાયેહે, જીં મા મોનામાય હાચ્ચાં માની લેદલા નિયમાહા વિરુદ લડાય કોઅહે, એને માન પાપા ગુલામ બોનાડેહે, જો મા શરીરામાય કામ કોઅહે.