Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




પ્રકટીકરણ 8:7 - ગામીત નોવો કરાર

7 પેલ્લા હોરગા દૂતાય તુતારા વાજાડયા, એને તારાત લોયામાય મિળલ્યો બોજ ગાર્યો એને આગ દોરતીવોય પોડી, ચ્યા લીદે દોરતી યોક તિહાઇ ભાગ, એને જાડહા યોક તિહાઇ ભાગ એને દોરતીવોઅને બોદા નીળા ગાહીયા બોળી ગીયા.

Gade chapit la Kopi




પ્રકટીકરણ 8:7
29 Referans Kwoze  

એને ચ્યા ટોડહાન આખ્યાં કા તુમા દોરતી ગાહીયાલ, નીળા ગાહીયાલ, વાહના જાડાલ, એને મોઠા જાડહાન નાશ નાંય કોઅના, બાકી ચ્યા લોકહા નુકસાન કોઅના જ્યાહા નિંડાળાવોય પોરમેહેરા મોહર લાવલી નાંય રોય.


યે તીન વિપત્તિહિય, જ્યો ગોડહા મુયામાઅને નિંગનારી આગ, દુકળાં એને ગંધકા કોય દોરતીવોઅને યોક તિહાઇ લોક માઆય ટાક્યા.


યાહાટી ચ્યા સૈતાના દૂતહાલ ખોલી દેના, ચ્યા પેલ્લાથીજ તિયાર આતા એને ચ્યાહાન આખલા આતા, યે ગેડી, યે દિહી, યે મોયને, એને યા વોરહાહાટી વાટ જોવાં એને આમી તો સમય યેય ગીઅલો હેય, ચ્યાહાન દુનિયા યોક તિહાઇ લોકહાન માઆઇ ટાકના આતા.


એને આકાશામાઅને લોકહાવોય મોઠયો-મોઠયો ગાર્યો પોડયો, યોક ગારી વજન પોચહા કિલો ઓલા આતા, યા લીદે લોકહાય પોરમેહેરા નિંદા કોઅયી, કાહાકા પોરમેહેરાય ચ્યો આબદા ચ્યાહાવોય દોવાડલ્યો આત્યો. જ્યો લોકહાન સહન કોઅરા પોડયો.


યાહાટી પેલ્લા હોરગા દૂતાય વાટકામાઅને ડૉડ દોરતીવોય રેડી દેનો, એને ચ્યા લોકહાવોય ભયાનક એને જખમ ઓઅરા લાગ્યા, જ્યાહાવોય જંગલી જોનાવરા છાપ લાવલી આતી, એને જ્યાહાય ચ્યા જંગલી જોનાવરા મુર્તિપુજા કોઅલી આતી.


એને ચ્યાહા શેપટયેહેકોય આકાશામાઅને ચાંદાલાહા તીન હિસ્સા ખેચીન દોરતીવોય ટાકી દેના, એને તો મોઠો અજગર, એટલે સૈતાન ચ્યે થેઅયે હામ્મે ઉબો રોય ગીયો, જેથી ચ્યે પોહેં પૈદા ઓઅતાંજ ખાય જાય.


તોવે માયે ફીકો પોડી ગીઅલો ગોડો દેખ્યો, જો ચ્યાવોય બોઠલો આતો ચ્યા નાંવ મોરણ આતા, એને ચ્યા પાહલા-પાહલા અધોલોક યેય રીઅલા આતા. ચ્યા બેનહ્યાલ દોરતીવોય રોનારા દરેક ચાર માઅહા માઅને યોકાલ માઆઇ ટાકના ઓદિકાર આતો, એને ચ્યાહાય ચ્યાહાન તલવારીકોય માઆઇ ટાક્યા, બુખેકોય માઆઇ ટાક્યા, ખારાબ-ખારાબ બીમારીહીકોય માઆય ટાક્યા, એને જંગલી જોનાવરહાકોય બી માઆઇ ટાકાડયા.


કાહાકા પવિત્રશાસ્ત્ર ઈ આખહે, “બોદા લોકહા જીવ ગાહીયા હારકા હેય એને ચ્યાહા બોદી સોબા ગાહીયા ફુલા હારકી હેય, ગાહીયા ઉખાય જાહાય, એને ફુલેં ટુટી પોડતેહે.


દિહી નિંગતાંજ વોદારે તીડકો પોડહે એને ગાહીયા ઉખાડી દેહે, એને ચ્ચા ફુલ ટુટી પોડહે, એને ચ્ચા સોબા જાતી રોહે, ચ્ચા હારકા, યોક મિલકાતવાળો વિસ્વાસી બી મોઅઇ જાય, જોવે ચ્ચા પોતાના કામ કોઅનામાંયજ લાગી રોહે.


ચ્યા પાછે, માયે ચાર હોરગા દૂતહાન દુનિયા ચારી ખુણહાવોય ઉબલા દેખ્યા, ચ્યા હોરગ્યા દૂતહાન દુનિયાલ વિપત્યેહેકોય નાશ કોઅના ઓદિકાર મિળલો આતો, ભલે ચ્યો દોરિયામાઅને રોય કા દોરત્યેવોયને રોય. ચ્યાહાય ચારી ખુણહા વોઅને વારો બંદ કોઅય દેનો, જેથી દોરિયામાય એને દોરતીવોય એને જંગલામાય વારો નાંય ચાલી હોકે. માયે દોરતીવોય આજુ યોક હોરગ્યા દૂતાલ પૂર્વ દિશામાય પ્રગટ ઓઅતા દેખ્યો, ચ્યાવોય પોરમેહેરાપાઅને યોક મોહર આતી, ચ્યા હોરગ્યા દૂતાય જોરખે બોંબલીન ચ્યા ચાર હોરગ્યા દૂતહાન આખ્યાં.


Swiv nou:

Piblisite


Piblisite