Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




પ્રકટીકરણ 2:14 - ગામીત નોવો કરાર

14 બાકી માન તો વિરુદમાય કાય વાતો આખના હેય, કાહાકા તું ચ્યા લોકહા વિરોદ નાંય કોએ જ્યા મંડળીમાય જુઠી શિક્ષા દેતહા, જેહેકેન બોજ પેલ્લા ભવિષ્યવક્તા બાલામાય દેનલી આતી, બાલામાય બાલાક રાજાલ હિકાડયાં કા ઈસરાયેલ લોકહાન પાપ કોઅનાહાટી ઉસરાવાહાટી કાય કોઅરા જોજે. ચ્યાય ચ્યાહાન મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના-ખાઅના એને વ્યબિચાર કોઅના હિકાડયાં.

Gade chapit la Kopi




પ્રકટીકરણ 2:14
30 Referans Kwoze  

ચ્યાહાય તી કોઅના બંદ કોઅય દેનહા, જીં હાચ્ચાં હેય, એને ચ્યાહાય ચ્યા હારકા ખારાબ કામ કોઅના ચાલુ કોઅય દેનહા, જીં કા બોયરા પોહો બાલામે બોજ સમયા પેલ્લા કોઅલા આતાં. ચ્યેય ખારાબ કામ કોઅઈન પોયહા મેળાવના પોસંદ કોઅયા.


બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, તુમા તી થેએ ઈજબેલેલ જુઠા શિક્ષણ ફેલાવાં દેતહા, તી પોતાલ યોક ભવિષ્યવક્તીન આખાડેહે, બાકી મા વિસ્વાસી લોકહાન જુઠા શિક્ષણ હિકાડેહે, તી ચ્યાહાન વ્યબિચાર કોઅના એને મુર્તિહીન બલિ ચોડાવલા ખાઅના ખાં હિકાડેહે.


ચ્યાહાવોય હાય! કા ચ્યાહાય આદામા પોહા કાઈના હારકા ખારાબથી વેવહાર કોઅયહો, જ્યાંય પોતાના બાહાલ માઆઇ ટાક્યો. ચ્યાહાય ઉતવાળમાય તીજ બુલ કોઅયીહી, જીં બાલામાય બિજા લોકહાન પાપા એછે લેય જાઅના કોઅલી આતી, એટલે મિલકાત મેળવી હોકે. જ્યેં રીતે મૂસા વિરુદ પોતાના બંડના લીદે કોરાહા નાશ ઓઅય ગીયો, ચ્યેજ રીતે યા લોકબી નાશ ઓઅય જાઅરી, કાહાકા ચ્યા પ્રભુ વિરુદ બંડ કોઅય રીયહા.


તુમા ચ્યા માહાલ નાંય ખાઅના જીં લોકહાય મૂર્તિહયેન બેટ ચોડાવ્યાહા, વ્યબિચારાથી દુર રોજા, ગોગી દાબીન માઅલા જોનાવરહા માહાં નાંય ખાઅના એને જોનાવરહા લોય નાંય પીયના, જોવે તુમા યો વાતો માની લાહા તે તુમહે ભલા ઓઅરી, તુમા શાંત્યેથી રા.”


વોરાડાલ માન દા, એને વોરાડામાય યોકબીજાવોય ઈમાનદાર રોય, કાહાકા પોરમેહેર વ્યેબીચાર્યાહા, એને ખારાબ કામ કોઅનારા લોકહા ન્યાય કોઅરી.


એને પાછી પવિત્રશાસ્ત્ર ઇબી આખહે, “તો ઓહડો દોગાડ હેય જ્યાથી લોકહાન ઠોકાર લાગહે, ઓહડા ખોલકડા હેય, જ્યાથી ચ્યે ઠોકાર ખાતહેં,” કાહાકા ચ્યે વચનાવોય બોરહો કોઅરા નાંય માગેત, યાહાટી ચ્યે ઠોકાર ખાયન પોડી જાતહેં, પોરમેહેરે ચ્યાહા હાતે ઈ ઓઅના યોજના બોનાડીહી.


બાકી ચ્યા ગેર યહૂદીયાહા બારામાય જ્યાહાય બોરહો કોઅયોહો, આમહાય ઓ નિર્ણય કોઇન લોખીન દોવાડયાહા કા ચ્યે મુરત્યેહે હામ્મે બેટ ચોડાવલા માહાં થી, એને લોયાથી એને ગોગી દાબીન માઅલા માહાં થી, એને વ્યબિચારથી દુર રોજા.


બાકી ખારાબ કામ કોઅનારે એને જાદુગાર, એને વ્યબિચાર કોઅનારા, એને ખૂન કોઅનારા એને, મુર્તિ પાગે પોડનારા, એને હર યોકા જુઠા માનનારા એને કોઅનારા ચ્યા બાઆ રોય.


બાકી જ્યેં સતાવણી ને લીદે, માન મોનાઈ કોઅય દેતહેં, એને માયેવોય બોરહો કોઅના છોડી દેતહેં, ચ્યાહાન ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, તેહેકેનુજ ચ્યાહાનબી જ્યેં ખારાબ કામ કોઅતેહે, વ્યબિચાર કોઅતેહે, જાદુ ટોના કોઅતેહે, મુરત્યેહે પૂજા કોઅતેહે, એને બોદે જુઠા બોલનારે, ચ્યાહાનબી ગંધકા આગડામાય ટાકી દેનલા જાય, ઈંજ બિજાં મોરણ હેય.”


બાકી મા સલાહા ઈ હેય કા વ્યબિચાર નાંય ઓએ યાહાટી હર યોક માટડાય એને થેએયેય વોરાડ કોઅરા જોજે, એને પોતપોતાના થેએયે આરે બોરહો કોઅનાકોય રોય.


પાપ કોઅનારા લેદે દુનિયા હારાપી હેય, પાપ કોઅના ઓઅઇ હોકહે, બાકી જ્યા માઅહા લીદે પાપ કોઅહે ચ્યાલ ખારાબ સાજા મિળી.


હારાં તે ઈ હેય કા તું માહાં નાંય ખાયનાં એને દારાખા રોહો નાંય પિઅના, ઓહડા નાંય કોઅના જ્યાથી વિસ્વાસી લોક ઠોકર ખાય.


યાહાટી આમીને આપા યોકબિજાલ દોષ નાંય લાવજે, બાકી તુમા ઈ નોક્કી કોઅઇ લા કા કાદા વિસ્વાસી બાહા રુકાવાટ કા ઠોકાર ઓઅના કારણ નાંય બોને.


બાકી માન તો વિરુદમાય ઈ આખના હેય, કા જેહેકેન તું પેલ્લા-પેલ્લા બોરહો કોઅલો આતો એને મા આરે પ્રેમ કોઅતો આતો, તેહેકેન પ્રેમ આમી તું મા આરે નાંય કોએ.


બાકી આમા પ્રચાર કોઅજેહે કા ખ્રિસ્ત આપહાન આપહે પાપાહાથી છોડવાહાટી હુળીખાંબાવોય મોઅઇ ગીયો જ્યા યહૂદી લોકહા બોરહામાય રુકાવાટ હેય એને ગેર યહૂદી લોકહાહાટી મૂર્ખતા હેય.


એને દાઉદ રાજા આખહે, “ચ્યાહા ખાઅના ચ્યાહાહાટી જાળ એને ફાંદો હેય, એને ચ્યાહાહાટી તી ડૉડના એને ઠોકરા કારણ ઓઈ જાય.


એહેકેન કાહા બોન્યા? યાહાટી કા ચ્યા પોરમેહેરાવોય બોરહો કોઇન નાંય, બાકી હારાં કામહાકોય ન્યાયી બોના કોશિશ કોઅય રીઅલા આતા, ઈસરાયેલ લોકહાય ઓહડા દોગડાવોય ઠોકાર ખાદી જીં ચ્ચાહાન પાડી ટાકી હોકે.


Swiv nou:

Piblisite


Piblisite