20 એને દારાખા કુંડામાય જીં આતા તી શેહેરા બારે દારખેં છુંદયે એને દારાખા કુંડામાઅને ઓલા લોય નિંગ્યા કા ગોડહા લગામે લોગુ પોઅચે ઓલા, લગભગ તીન હોવ કિલોમીટર લોગુ વોવી ગીયા.
ચ્યાહા મોઅલા શરીર મોઠા શેહેર યેરૂસાલેમ શેહેરા વાટેવોય પોડી રોય, જીં ચિન્હા રુપામાય સદોમ એને મિસર આખવામાય યેહે, જાં ચ્યાહા પ્રભુ બી હુળીખાંબાવોય ચોડાવામાય યેનલો આતો.