34 ચ્યા ઠાવકાજ રિયા કાહાકા વાટે યેતા ચ્યા યોકા-બિજા આરે યા બારામાય બોલા-બોલી કોઅતા આતા, કા આપહે માઅને મોઠો કું હેય?
માયે પેલ્લા બી મંડળી લોકહાન પત્ર લોખલાં, બાકી દિયુત્રિફેસ મા વાતો માના મોનાય કોઅહે, કાહાકા તો સાદા પોતેજ મંડળી આગેવાન બોના માગહે.
મીઠાં યોક જરુરી વસ્તુ હેય, જોવે મીઠાં ચોવવોગાર ઓઅઇ જાય, તે તી પાછી કોવેજ ખારાં નાંય બોની હોકે, તુમા યોક-બીજાહાતે ઇળીમીળીન એને યોક બીજાહાતે શાંતીમાય રા જોજે.”
જ્યા લોક તુમહાન હોઅપલા ગીયહા, ચ્યા લોકહાવોય યોક ઓદિકાર્યા હારકો મા બોનહે, બાકી ચ્યાહાહાટી યોક હારો નમુનો બોન.
તુમા પોતે કુટુંબા લોકહા હારકા યોકબીજાહાવોય પ્રેમ કોઆ, એને બીજહાન તુમહે કોઅતા હારાં માના.
ચ્યા ચ્યાહા વોચમાય વિચાર કોઅતા એને આખા લાગ્યા, “તો એહેકેન યાહાટી આખી રીયલો હેય કાહાકા આમેપાય પુરત્યો બાખે નાંય હેય.”