11 એને પાછા શિષ્યહાય ઈસુવાલ પુછ્યાં, “મૂસા નિયમ હિકાડનારા ગુરુ એહેકેન કાહા આખતાહા કા, એલીયાલ ખ્રિસ્તા યેયના પેલ્લા યાં જોજે?”.
જો તુમા હાચ્ચાં યે વાતેહેવોય બોરહો કોઅતેહે તે વોનાયા, ઓ યોહાનુજ એલીયા હેય, જ્યા યેઅના બારામાય ભવિષ્યવક્તાહાય આખલા આતા.
તોવે ચ્યા તીન શિષ્યહાય બિજા બેન ભવિષ્યવક્તા મૂસાલ એને એલીયાલ દેખ્યાં એને ચ્યા ઈસુવાઆરે વાતો કોઅતા આતા.
ડોગાવોય જીં જાયા ચ્યા બારામાય ચ્યાહાય કાદાલુજ નાંય આખ્યાં, બાકી યે વાતે બારામાય વાત કોઅતા આતા કા, “મોઅલામાયને પાછા જીવી ઉઠના યા કાય મોતલાબ ઓરી?”