18 કાય તુમહે ડોળા આંદળા હેય તેન તુમહાન નાંય દેખાય? કાય તુમહે કાન બોઅર્યા હેય તેન તુમા નાંય વોનાત? એને તુમહાન યાદ નાંય રિયા?
જેહેકોય પવિત્રશાસ્ત્ર આખહે કા, ચ્યા એએયા કોઅતાહા બાકી ચ્યાહાન દેખાય નાંય, વોનાયા કોઅતાહા બાકી હોમજે નાંય, એહેકેન નાંય ઓએ ચ્યા વોળી યેત, એને ચ્યાહાન માફી મિળી જાય.”
“ચ્યાય ચ્યાહા ડોળા આંદળા કોઇ દેના કા ચ્યા એઇ નાંય હોકે, એને ચ્યાહા દિમાક બંદ કોઇ દેના કા ચ્યા હોમજી નાંય હોકે, ને તો ચ્યા મા એછે ફિરી યેતે એને આંય ચ્યાહાન હારાં કોઇ દેતો.”
જેહેકોય યશાયા ભવિષ્યવક્તાકોય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય આજ્યા દિહી લોગુ ચ્યાહા મોન કોઠાણ બોનાવી દેનલા હેય, એને ચ્યાહાન ઓહડા ડોળા દેના કા જ્યા નાંય દેખી હોકે, એને ઓહડા કાન દેના જ્યા વોનાયને હોમજી નાંય હોકે.”
એટલે તુમા પેલ્લેથીજ યે વાતહેલ જાંઅતાહા એને ઈસુ ખ્રિસ્તા બારામાય હાચ્ચાં હિકાડનાલ મજબુતથી દોઅય રાખ્યાહાં, જ્યાલ તુમા વોનાયા, તેરુ બી આંય તુમહાન ચ્યાહા બારામાય યાદ કોઆડાં કાયામ ચાલુ રાખહી.
તુમહાન યાદ ઓરી કા જોવે આંય તુમહે ઈહીં આતો, તોવે માયે તુમહાન ઈ બોદા બોજદા આખલા આતા.