33 તો ચ્યાલ ટોળામાઅને કાન્યે લેય ગીયો, ચ્યા કાનામાય આંગળી ગાલી, એને ચ્યાય યોક આંગળીયેવોય થુપીન ચ્યા માઅહા જીબ્યેલ લાવ્યાં.
ઈસુ આંદળાલ આથ દોઇન ગાવા બાઆ લેય ગીયો, પાછે, ચ્યા ડોળા વોય થુપ લાવ્યાં એને ઈસુવે ચ્યાવોય આથ થોવ્યો એને પુછ્યાં, કા “તુલ કાય દેખહાય?”
બાકી લોક ચ્યાલ ઓહાં લાગ્યા, ચ્યાહાટી ચ્યે બોદહાન બાઆ દોવાડી દેના, એને આયહે આબહાલ એને પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન યાહાન આરે લેઈને, પોહી જ્યેં ગોઅમે હુતલી આતી તાં ગીયો.
તોવે ચ્ચાહાય ચ્યા મુંયા ઉપે થુપ્યાં, એને ચ્યા મુંય ડાકીન ઠોકાં લાગ્યા.