25 એને તારાત ચ્યા બારામાય વોનાઈન યોક બાય યેની એને ચ્યા પાગે પોડી ચ્યે પોહોયીલ બુત લાગલો આતો.
એને એઆ, ચ્યા દેશા યોક કનાની બાય યેની એને બોંબલીન આખા લાગી, “ઓ પ્રભુ દાઉદ રાજા કુળા પોહા, માયે ઉપે દયા કોઓ, મા પોહયેલ બુત બોજ દુ:ખ દેહે.”
એને ઈસુવાલ પાગે પોડીન, ચ્યા આભાર માન્યો, તો યોક સમરૂની આતો.
તોવે ચ્યે બાયે જાંઅયા કા તી હારી ઓઅઇ ગિઇ, તોવે તી કાપતી એને બીઅતી યેની, એને ચ્યા પાગે પોડીન, એને બોદી હાચ્ચી-હાચ્ચી વાત આખી દેની.
યોક કોડવાળા માઅહું ઈસુવાપાય યેના એને માંડયે પોડીન ચ્યે ચ્યાલ માગણી કોઅયી, “આંય જાંઅતાહાંવ કા તું તો મોરજયેકોય તું માન ચોખ્ખો કોઅઇ હોકતોહો.”
ચ્યા પાછે ઈસુ એને ચ્યા શિષ્ય તાંઅરે જાતા રિયા, એને પાછે સુર એને સિદોન નાંવા શેહેરા આજુ-બાજુ વિસ્તારામાય ગીયા, તાં યોક ગોઅમે ગીયા એને ચ્યા ઇચ્છા આતી કા કાદાલ ખોબાર નાંય પોડે કા તો તાં રિઅલો હેય. બાકી લોકહાન તારાત ખોબાર પોડી કા તો તાં હેય.
તી બાય યુનાની આતી, તી સિરીયા ભાગા એને સુરુફિની નાંવા ભાગામાય જોન્માલ યેનલી આતી; એને ચ્યે ઈસુલ વિનાંતી કોઅયી, કા ચ્યે પોહયે માઅને બુતાલ કાડી ટાકે.