9 વાઅણે પોવજા બાકી બેન જોડ ડોગલેં નાંય લેતા.
તોવે હોરગા દૂતાય ચ્યાલ આખ્યાં, “તિયાર ઓઓ, એને વાઅણે પોવી લે” પિત્તરે તેહેકેન કોઅયા, હોરગા દૂતાય પાછા ચ્યાલ આખ્યાં, “ઝોબો પોવી લે, એને મા પાહલા ચાલ.”
પોરમેહેરા શાંતી હારી ખોબાર આખાહાટી ખુશી વાઅણે પોવીન ઉબે ઓઅય જા.
“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.
વાટેહાટી ઠેલી મા લાહા, નાંય બેન જોડ ફાડકે લેતા, નાંય બેન જોડ વાઅણે એને બેન લાકડયોબી મા લેતા. કાહાકા કામ કોઅનારાલ ચ્યા ખાઅના મિળાં જોજે.”
ઈસુવે ચ્યાહાન આગના દેની, “વાટેહાટી લાકડયે સિવાય કાયજ નાંય લેતા નાંય બાખે, નાંય ઠેલી, નાંય પાકીટામાય પોયહા.”
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, જોવે તુમા કાદા ગોઓ રાંહાટી જાહા, તાંજ રોજા, તાંઅરે તુમા નિંગી જાહા તાંઉલોગુ ચ્યાજ ગોઅમે રોજા.