7 એને ચ્યા પાછે ઈસુ ચ્યા બાર શિષ્યહાન હાદ્યા એને ચ્યાહાન બેન-બેન જાઅહાલ બિજા-બિજા ગાવહામાય દોવાડા લાગ્યો, એને બુતાલ લોકહામાઅને કાડા ચ્યાહાન પુરો ઓદિકાર દેનો.
ચ્યે સમયે, આંય મા બેન સાક્ષીદારહાલ 1,260 દિહી મા સંદેશા પ્રચાર કોઅના ઓદિકાર દિહી, ચ્યા શોક કોઅના ડોગલેં પોવીન પ્રચાર કોઅરી.”
યે વાતહે પાછે પ્રભુ ઈસુય સીત્તેર શિષ્યહાન નિવડયા, એને જ્યા શેહેરાહામાય એને ગાવહામાય પ્રભુ પોતે જાં આતો, તાં ચ્યાહાન બેબુન-બેબુન કોઇન પોતાના આગાડી દોવાડયા.
જ્યા લોક માયેવોય બોરહો થોવતાહા ચ્યા યા મોઠે ચિન્હે કોઅરાહાટી સફળ ઓઅરી કા: મા નાંવ લેઈને બુતહાલ તાંગાડી કાડી, નોવી ભાષામાય બોલી,