5 એને કાયામ રાતદીહી તો માહણામાય ફીએ એને ડોગાહામાય બોંબલ્યા કોએ, એને તો દોગડાહા કોઇન ચ્યા શરીરાલ વાડી લેતો આતો.
તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
કાહાકા ચ્યાલ ગેડી-ગેડી બેડયેહે એને હાંકળેહેકોય બાંદેત બાકી તો હાંકળા તોડી ટાકે એને બેડયે ટુકડા-ટુકડા કોઅઇ દેય એને કાદાં માઅહું ચ્યાલ બાંદી નાંય હોકે.
જોવે ચ્ચાય દુઉરે ઈસુલ દેખ્યો, તોવે તો દાંહાદી યેનો એને ચ્યા પાગે પોડયો,