13 પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય.
આંય જ્યાહાવોય પ્રેમ કોઅતાહાંવ, ચ્યાલ આંય હિકાડતાહાવ એને ડૉડ બી દેતહાવ, જેથી ચ્યે હારેં બોની જાય. યાહાટી હારાં કોઅરાહાટી લાગી રો, એને પાપ કોઅના બંદ કોઅય દે.
તોવે ઈસુવે ચ્યા બેન શિષ્યહાન આખ્યાં, “ઓ નિર્બુધીહાય, જીં કાય ભવિષ્યવક્તાહાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તુમહાન ચ્યે વાતવોય બોરહો કોઅરા બોજ વોગરા લાગહે!
એને ઈસુવે ચ્યાહાન દાખલો દેયન બોજ વાતો હિકાડયો: “યોક ખેડુત, બિયારો પોઆ રાનામાય ગીયો
ખેડુત પોરમેહેરા વચન પોઅહે.