6 દોર વોરહી પાસ્કા સણામાય, પિલાત યોકા કૈદ્યાલ છોડી દાંઉ આતો, જ્યાલ લોક માગતા આતા કા તો છોડી દેય.
તોવે ફેસ્તુસાય યહૂદી આગેવાનાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ પુછ્યાં, “કાય તું વિચારતોહો કા યેરૂસાલેમ શેહેરામાય જાતા, એને તાં મા હામ્મે તો ઓ ન્યાય નોક્કી કોઅલો જાય?”
બાકી બેન વોરહે નિંગી ગીયે, તે ફેલિક્સા જાગાવોય પુરકિયુસ ફેસ્તુસ રાજ્યપાલ બોની ગીયો, એને ફેલિક્સ યહૂદીયાહાન ખુશ કોઅના ઇચ્છાથી પાઉલાલ જેલેમાયજ થોવી ગીયો.
બાકી ચ્યા આખે કા, “આપહાન પાસ્કા સણા દિહે એહેકેન નાંય કોઅરા જોજે, કાહાકા લોકહામાય દામાલ ઉસબી જાય.”
આમી પાસ્કા સણ એને બેખમીર બાખ્યે સણ બેન દિહયા પાછે સુરુ ઓઅનારો હેય, એને માન, માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહાટી દોઆડી દી.
તોવે પિલાત રાજાય ઈસુલ હુળીખાંબાવોય ચોડવી દાંહાટી ચ્યાહાન હોઅપી દેનો.
ચ્યે સમયે બારાબ્બાસ નાંવા યોક માઅહું આતા, બિજા કૈદ્યાહા આરે જેલેમાય આતો, જ્યાંય રોમી સરકારા વિરુદમાય ગુનો કોઇન કાંયક લોકહાન માઆઇ ટાક્યેલ.
બાકી પિત્તર બાઆ બાઅણા ઈહીં ઉબો રોય ગીયો, તોવે તો બિજો શિષ્ય જો મહાયાજકા વોળખાત્યો આતો, બાઆ જાયને, બાઆઉ ઉપે રાખવાળીલ આખીન, પિત્તરાલ માજે લેય યેનો.