7 ગોરીબ લોક તે તુમહેઆરે કાયામ રોનારા હેતા, એને તુમહાન ફાવે તોવે તુમા ચ્યાહાન હારાં કોઓઇ હોકતાહા, બાકી આંય તુમહેઆરે કાયામ નાંય રોનારો.
કાહાકા ગોરીબ લોક તુમહેપાય કાયામ રોઅનારાજ હેતા બાકી આંય તુમહેઆરે કાયામ નાંય હેતાઉ.
ઓ બાહા, આંય તો બીજહાવોય પ્રેમ કોઅના બારામાય જાંઆઈન બોજ આનંદિત એને ઉત્સાહિત ઓઅય ગીયો, કાહાકા તોકોય પોરમેહેરા લોક ઉત્સાહિત ઓઅય ગીઅલા હેય.
ઈસુલ હોરગામાય ચ્ચા સમયે લોગુ રોઅના જરુરી હેય, જોવે પોરમેહેર ચ્યે વસ્તુલ નોવી બોનાવી દી જ્યો ચ્યે બોનાવલ્યો હેય, બોજ સમાયા પેલ્લા પોરમેહેરાય લોકહાન ઈ આખાહાટી પવિત્ર ભવિષ્યવક્તાહાકોય એહેકેન કોઅના વાયદો કોઅયો.
આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.
આંય આબાઇહીને દુનિયામાય યેનહો, પાછો દુનિયાલ છોડીન આબાપાય જાય રિયહો.”
આમી આંય માન દોવાડયો ચ્યાપાય જાય રિયહો એને તુમહેમાઅને કાદો માન નાંય પુછે, “તું કેછ જાય રિયહો?”
ઓ પોહહાય, આંય આજુ વાયજ વાઆ તુમહેઆરે હેતાઉ પાછા તુમા માન હોદહા બાકી જેહેકેન યહૂદી લોકહાન માયે આખ્યાં, જાં આંય જાય રિયહો, તાં તુમા નાંય યી હોકે, એને આમીબી તુમહાન તેહેકેનુજ આખતાહાવ.
ઈસુવે આખ્યાં, “ચ્યેલ ખિજવાના બોંદ કોઆ, એલ્યેલ કાહા આબદા પાડતાહા? એલ્યેય તે અત્તાર તેલ રેચવીન યોક હારાં કામ કોઅયાહાં.