27 ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ શેહેરામાય યેય ફૂગ્યા, એને જોવે તો દેવાળામાય ફિરે તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેયન પુછા લાગ્યા.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો: “માયે બોદહાન જાહેરમાય આખ્યાં, માયે સોબાયે ઠિકાણામાય એને દેવાળામાય જાં બોદા યહૂદી બેગે ઓઅતેહે, માયે કાયામ હિકાડયાં એને ગુપ્તમાય કાય નાંય આખ્યાં.
એને ઈસુ દેવાળામાય સુલેમાના પારસાળી માય ફિરતો આતો.
આમી પાસ્કા સણ એને બેખમીર બાખ્યે સણા બેન દિહયા પાછે સુરુ ઓઅનારો આતો. મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ યે વાતે પાહલા પોડલા કા ઈસુવાલ કેહેકેન દોગો દેયન માઆઇ ટાકજે.
“તુલ યે કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”