13 “લોકહાન એહેકેન આખજા કા ઈસુ મોઅલા માઅને જીવતો નાંય જાયહો, બાકી રાતી જોવે આમા હૂવી ગીયલા, તોવે ચ્યા શિષ્ય યેયન ચ્યા શરીર ચોરી લેય ગીયા.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુયે હાચ્ચાં આખ્યાં, બાકી આંય આખતાહાવ કા આમી પાછે તુમા માઅહા પોહાલ બોજ સામર્થ હાતે પોરમેહેરા જમણી એછે બોઠલો એઅહા એને આકાશા વાદળામાઅરે યેતો એઅહા.”
મુખ્ય યાજકાહાય આગેવાનાહાઆરે યોકઠા ઓઇન યુક્તિ કોઅયી એને રાખવાળ્યાહાન બોજ પોયહા દેયને આખ્યાં.
એને તુમા હૂવી ગીયલા આતા, એહેકેન રાજ્યપાલાલ માલુમ ઓઅઇ જાય, તોવે આમા ચ્યાલ હાંબાળી લાહુ, આમા તુમહાલ વાચાડી લાહુ.”