50 ઈસુવે ચ્યાલ આખ્યાં, “ઓ હાંગાત્યા, જીં કામ કોઅરાહાટી તું ઈહીં યેનો, તી કોઅઇ લે” તોવે ચ્યા લોકહાય ઈસુવાપાય યેયન ચ્યાલ દોઅય લેદો.
વાડયે માલિકાય ચ્યાહામાઅને યોકાલ જાવાબ દેનો, ‘ઓ હાંગાત્યા, તોઆરે આંય અન્યાય નાંય કોઅઇ રીયોહો, કાય પુરાં દિહા કામ કોઅરાહાટી તુયેજ યોક દીનાર બોલી નાંય કોઅયેલ?
તોવે રાજાય ચ્યાલ પુછ્યાં, ‘ઓ મા દોસ્તાર, વોરાડા ડોગલેં પોવ્યા વોગાર તું ઈહીં કાહા યેનો?’ બાકી તી માઅહું ઠાવકાજ રિયા.
તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “યહૂદા, ગુળા દેયન તું માન, માઅહા પોહાલ દોય દેહે કા?”