48 યહૂદા ઇસ્કારીયોત, જો ચ્યાલ દોઅવાડી દાંહાટી નિશાણી દેનેલ કા, જ્યાલ આંય પ્રેમ કોય ગુળા દાવ તોજ હેય, ચ્યાલ દોઓઈ લેજા.
યહૂદા ઇસ્કારીયોત, જો ચ્યાલ દોઅવાડી દાંહાટી મોદાત કોઅઇ રિઅલો આતો લોકહા ટોળાલ પેલ્લાજ ઓહડી નિશાણી દેનેલ કા, જ્યાલ આંય પ્રેમ કોય ગુળા દાવ તીંજ માઅહું હેય, ચ્યાલ દોઅઇ લેજા એને હાચવીન લેય જાજા.
એને તો આજુ બોલહે ઓલાહામાયજ, યહૂદા ઇસ્કારીયોત જો બાર શિષ્યહા માઅને યોક જાંઆ આતો તાં યેનો, ચ્યા હાતે બોજ લોક આતા, યા લોક મુખ્ય યાજક એને યહૂદી આગેવાનાહાથી દોવાડલા આતા, યહૂદા હાતે આતા ચ્યા લોકહાપાંય તારવાયો એને ડેંગારા લેયને યેના.
યહૂદા ઇસ્કારીયોત યેનો, એને તારાતુજ ઈસુવાપાય જાયને આખ્યાં, “ઓ ગુરુ, સલામ” એને ચ્યે ચ્યાલ બોજ ગુળા દેના.