37 એને ચ્યે પિત્તર જબદી પોહો યાકૂબ એને યોહાન ચ્યાઆરે ગીયા એને આજુ વાયજ દુર લેઈને ગીયો, એને પાછે તો બોજ દુઃખી એને નિરાશ ઓઅઇ રીયલો આતો.
ઈસુ એને ચ્યા બેન શિષ્ય દોરિયા મેરે વાહાયોક આગલા ગીયા, ઈસુવે બિજા બેન બાહાહાલ એટલે ચ્યા તે જબદયા પોહા યાકૂબ એને યોહાનાલ ઉડીમાય બોહીન જાળ હાંદતા દેખ્યા, એને ચ્યાય ચ્યાહાલબી હાદ્યા.
છ દિહા પાછે ઈસુવે પિત્તર, યાકૂબ એને ચ્યા બાહા યોહાનાલ લેયને ચ્યા ઉચા ડોગાવોય ગીયા.
એને ઈસુય પિત્તર, યાકૂબ એને યાકૂબા બાહા યોહાન, યાહા સિવાય ચ્યા એને યાઈરાહાતે ચ્યાહાઆરે ટોળામાઅને કાદાલ નાંય યા દેના.
આમી મા મોન દુ:ખી ઓઅઇ ગીયા એને આંય કાય આખું? કા, “ઓ આબા, માન યે પીડા સોમયામાઅને બોચાવ?” એહેકેન નાંય, બાકી આંય યા દુનિયામાય ચ્યા હાટીજ યેનહો કા દુઃખ બોગવું.
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.
તોવે જબદયા પાહા આયહયે આરે જાયને ઈસુવાપાય યેયન પાગે પોડયેં, એને ઈસુલ રાવ્યાં કોઅરા લાગી.
પાછે તો ગાલીલ દોરિયા મેરે રોયન જાં આતો તોવે, ચ્યેય પિત્તર આખતેહે તો સિમોન એને ચ્યા બાહા આંદ્રિયા યા બેની બાહાહાલ દોરિયામાય જાળ ટાકતા દેખ્યા; કાહાકા ચ્યા માછલે દોઅનારા આતા.