24 તોવે ઈસુય ચ્યાહાન આખ્યાં, “આંયબી તુમહાન યોક સાવાલ પૂછતાહાવ, જોવે ચ્યા તુમા માન જાવાબ દાહા, પાછે આંય કા ઓદિકારાકોય કામ કોઅતાહાંવ તીં તુમહાન આખતાહાવ.
ઈસુવે ચ્યાહાન આખ્યાં કા, “કાય આરામા દિહી હારાં કામ કોઅના હારાં હેય કા ખારાબ કામ કોઅના, કાદા જીવ બોચાવના હારાં હેય કા માઆઇ ટાકના?”
તુમા ચ્ચાહા આરે સાદા નમ્રતાકોય વાત કોઆ, એને ઓહડયો વાતો કોઆ જ્યો મન ગમત્યો રોય જ્યેથી તુમહાન બોદા માઅહાન હારેં રીતેકોય જવાબ દેયના યેય જાય.
“એઆ, આંય તુમહાન ગેટાહા હારખો તોઅસાહા વોચમાય દોવાડતાહું, ચ્યાહાટી હાપડાહા હારખા બોજ ઉશારી રોજા એને કબુતરાહા હારખા બોળા બોના.
ઈસુ એને ચ્યા શિષ્ય પાછા યેરૂસાલેમ યેય ફૂગ્યા, એને જોવે તો દેવાળામાય હિકાડે તોવે મુખ્ય યાજક, મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને આગેવાન ચ્યા ચ્યાપાય યેયન પુછા લાગ્યા. “તુલ યેં કામે કોઆહાટી તોપાય કાય ઓદિકાર હેય? કુંયે તુલ ઓહડા ઓદિકારાહાતે દોવાડયોહો?”
જોવે યોહાનાય લોકહાન બાપતિસ્મા દેના, તે કાય ચ્યા ઓદિકાર હોરગામાઅને પોરમેહેરા એહેરે કા માઅહા એહેરે આતો? માન આખા.” તોવે ચ્યા જાતેજ વિચાર કોઆ લાગ્યા કા હોરગામાઅને આખહુ તોવે, તો આમહાન આખરી કા, તોવે તુમાહાય ચ્યાવોય કાહાનાય બોરહો થોવ્યો?