7 હેરોદ રાજાય ચ્યા જન્મો ઓઅલા વાહના પોહા વોરહે જાંઅરા હાટી માગી લોકહાન દોબીન હાદિન ચ્યાહાન પુછ્યાં કા, તારો નોક્કી કોઅહા સમાયામાય દેખાયો,
તોવે હાપાય ચ્યા મુયામાઅને નોય વોવે ઓલા પાઆય રેડી દેના, જેથી તી પાઆય ચ્યે થેએયેલ વોવાડી લી જાય.
જોવે હેરોદ રાજા યહૂદીયાવોય રાજ કોઅતો આતો, તોવે ઈસુવા જન્મો યહૂદા ભાગા બેથલેહેમ ગાવામાય જાયો, તોવે દિહી ઉદતા એહેરે માગી લોક યેઇન યેરૂસાલેમ શેહેરમાય પુછા લાગ્યા.
એને ચ્યાય ઈ આખીન માગી લોકહાન બેથલેહેમ ગાવામાય દોવાડયા, “જાં, ચ્યા વાહના પોહા બારામાય નોક્કી રીતે ખોબાર કાડા, એને જોવે તો મિળી જાય તોવે માપાય યા એને પાછે જીં કાય તુમાહાય દેખ્યા તીં માન આખા કા આંયબી જાયને ચ્યા ભક્તિ કોઉ.”
હેરોદ રાજા ખિજવાય ગીયો જોવે ચ્યાલ લાગ્યા કા માગી લોકહાય ચ્યાઆરે દોગો કોઅયો, ચ્યાય સૈનિકાહાલ દોવાડયા બેથલેહેમ ગાવા એને ચ્યા પાહી-પાહીના ઠીકાણાહામાયને બોદા વાહના પોહાહાલ માઆઇ દેય, જ્યેં બેન વોરહા એને ચ્યા કોઅતા વાહને આતેં, ઈ માગી લોકહાન પેલ્લા તારો દેખાના આધારાવોય આતા.
ફેલિક્સાય, જ્યેં યે વાટે વાતો ઠીક-ઠીક રીતે જાંઅતો આતો, ચ્ચાહાન ઈ આખીન ટાળી દેના, “જોવે સૈનિકાહા ટુકડયે સુબેદાર લુસીયાસ યેઅરી, તોવે તુમહે વાતે નિર્ણય કોઅહી.”