3 એને ઈસુવે આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, જાંઉ લોગુ તુમા બદલાયન એને પાહા રોકા નાંય ઓઈ જાહા, તુમા હોરગા રાજ્યામાય જાય નાંય હોકહા.
જ્યેં રીતે યોક નોવો જન્મો લેદલા પોહા પોતાની આયહે દુદ પિયાં ઇચ્છા રાખહે, તેહેકેનુજ તુમાબી પોરમેહેરા વચન હિકના ઇચ્છા રાખા એટલે તુમા લોક આત્મિક રુપામાય મજબુત બોની હોકે. તોવે પોરમેહેર તુમહાન એને યા દુનિયાથી બોચાવી.
બાકી ઈસુવે આખ્યાં, “પોહાહાન માયેપાંય યાં દા, ચ્યાહાન ઓટકાડાહા મા, કાહાકા ચ્યાજ લોક જ્યા યા પોહાહા રોકા બોરહાલાયક હેય, હોરગા રાજ્યામાય રોય.”
ઓ વિસ્વાસી બાહાહાય, તુમા બાળબુદ્ધિ હારકા વિચાર મા કોઅતા, તેરુંબી ખારાબ કામહા બારામાય બાળાકા હારકા બોના, બાકી હોમાજના બારામાય ડાયા બોના.
ઈસુવે જવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાઅયા કોઇન એને પવિત્ર આત્માકોય જન્મો નાંય લેય તોવે તો પોરમેહેરા રાજ્યામાય નાંય પ્રવેશ કોઅઇ હોકે.
ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જોવે માઅહું પાછો જન્મો નાંય લેય તે પોરમેહેરા રાજ્ય નાંય એઇ હોકે.”
“પોરમેહેરા રાજ્યામાય હાકડા બાઅણા માઅને જાઅના કોઠણ હેય, કાહાકા આંય તુમહાન આખહુ, બોદેજ જાં માગી, બાકી નાંય જાય હોકી.
યાહાટી આમી તુમા પાપ કોઅના બંદ કોઆ, એને પોરમેહેરા એછે ફિરા કા તુમહે પાપહા માફી મિળી, તોવે પોરમેહેરાપાઅને આત્મિક સામર્થ્ય મિળી.
કાહાકા યા લોકહા મન જડ, એને ચ્યાહા કાન બોઅર્યા ઓઅઇ ગીયહા, એને ચ્યાહાય પોતાના ડોળા બોંદ કોઅયાહાં, ઓહડા નાંય ઓએ કા ચ્યે કોદહી ડોળાહાકોય એએ, એને કાનાહાકોય વોનાય, એને મન કોય હોમજે એને જીવના ખારાબ તરીકાહા થી મા એછે ફિરે, એને આંય ચ્યાહાન હારો કોઉ.”
પાછે ઈસુવે ચ્યાલ આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા, હોરગા ઉગડી જાતા એને પોરમેહેરા હોરગા દૂતહાન માઅહા પોહાવોય ઉતતા એને ઉચે જાતા એએહા.”
કાહાકા આંય તુમહાન આખતાહાવ કા, જોવે તુમા મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહા ન્યાયપણા જીવન કોઅતા, તુમહે વોદારી ન્યાયપણા જીવન નાંય ઓઅરી, તે તુમા હોરગા રાજ્યામાય કોવેજ નાંય જાય હોકાહા.”
બાકી માયે તોહાટી પ્રાર્થના કોઅયી, કા તું માયેવોય બોરહો કોઅના બંદ નાંય કોઆ, એને પાછો પોસ્તાવો કોઇન તોવે તો બાહહાન તું માયેવોય બોરહો કોઅરા મજબુત કોઓ.”
જેહેકોય પવિત્રશાસ્ત્ર આખહે કા, ચ્યા એએયા કોઅતાહા બાકી ચ્યાહાન દેખાય નાંય, વોનાયા કોઅતાહા બાકી હોમજે નાંય, એહેકેન નાંય ઓએ ચ્યા વોળી યેત, એને ચ્યાહાન માફી મિળી જાય.”
એને ઈ કા પોરમેહેર તુમહે ચ્યા રાજ્યામાય સ્વાગત કોઅરી જાં ઈસુ ખ્રિસ્ત હેય, જો આમહે પ્રભુ એને આમહે તારણહાર હેય, જો કાયામહાટી રાજા રાજ કોઅરી.
એને બોદા શેહેરાહામાય શિષ્યહા મન સ્થિર કોઅતા રિયા, એને ઈ હિકાડતા આતા કા બોરાહામાંય બોની રા, એને ઈ આખતા આતા, આપહાન મોઠા દુ:ખ ઉચકીન પોરમેહેરા રાજ્યામાય પ્રવેશ કોઅરા પોડી.
બાકી ઈસુવે ચ્યા શિષ્યહાન આખ્યાં, “તુમહાન હાચ્ચી વાત આખહુ, માલદાર માઅહાન હોરગા રાજ્યમાય જાયના બોજ કોઠાણ હેય?
કાહાકા યા લોકહા મોન કોઠાણ બોની ગીયહા, એને ચ્યે કાનાહાકોય વોછા વોનાતેહે, એને ચ્યાહાય પોતે ડોળા મીચી લેદહા, કા એહેકેન નાંય ઓએ કા ડોળાકોય એઅતા લાગે, કાનાકોય વોનાતા લાગે, મોનાકોય હોમજે, એને મા એછે વોળી યેય કા આંય ચ્યાહાન હારાં કોઅહુ.
“જોવે તુમા ઉપહા કોએ તે ડોંગ્યાહા રોકા તુમહે ચેહેરા નિરાશ મા રાખહા, કાહાકા ચ્યા લોક આમા ઉપહા હેજે એહેકેન આખાડાહાટી ચ્યાહા ચેહેરા ઉતાડતાહા. આંય તુમહાન હાચ્ચાં આખહુ કા ચ્યાહાન ચ્યા ઇનામ મિળી ગીયહા.
“જોવે તુમા પ્રાર્થના કોઅહા, તોવે તુમા ડોંગ્યાહા રોકા નાંય કોઅના, કાહાકા લોકહાન દેખાડાહાટી ચ્યા લોક સોબાયેહે ઠિકાણામાય એને સોડકેહે ચોકડયેવોય ઉબા રોયન પ્રાર્થના કોઅના ચ્યાહાન હારાં ગોમહે. આંય તુમહાન હાચ્ચાંજ આખહુ કા ચ્યા લોક તે ચ્યાહા ઇનામ પામી ચુક્યાહા તી લોકહા વાહવા હેય.
“યાહાટી જોવે તુમા દાન દેય, તોવે મોઠો દેખાવો મા કોઅહા, જેહેકોય ડોંગ્યા સોબાયેહે ઠિકાણાહામાય એને ગલ્યેહેમાય કોઅતાહા, જેથી લોક ચ્યાહા વાહાવા કોએ, બાકી તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ કા ચ્યા ચ્યાહા પ્રતિફળ પામી ચુક્યાહા.
કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ આકાશ એને દોરતી જાતા નાંય રોય એને બોદ્યો ભવિષ્યવાણ્યો પુર્યો નાંઈ ઓઅરી, તાંઉલોગુ નિયમશાસ્ત્રા માઅને યોક કાનો કા યોક બિંદુ બી નાંય ઓટી.
તોવે ઈસુય યોકા પાહાલ ચ્યાહા પાહી હાદિન વોચમાય ઉબો કોઅયો,
જો કાદો પોતાલ પાહાહા હારકો નમ્ર કોઅરી, તોજ હોરગા રાજ્યમાય મોઠો ઓઅરી.