2 તાં ચ્યાહા આગલા ઈસુવા રુપ બોદલાય ગીયા. એને ચ્યા મુંય દિહા રોહણ્યે રોકા ચોમકા લાગ્યા એને ચ્યા ફાડકે ઉજવાડા રોકે ઉજળેંફુલ ઓઅઇ ગીયે.
ચ્યા રુપ વીજે હારખા એને ચ્યા ફાડકે બરફા હારકે ઉજળેં આતેં.
એને પ્રાર્થના કોઅહે તોવે ચ્યા રુપ બોદલાઈ ગીયા એને ચ્યા ફાડકે ઉજળેં ઓઇન ચોમાકતે લાગ્યેં.
પાછે માયે યોક તાકાતવાળા હોરગા દૂતાલ વાદળાકોય ગેરાલો હોરગામાઅને ઉતતો દેખ્યો, યોક મેઘધનુષ્ય ચ્યા ટોલપી ચારીચોમખી આતો, ચ્યા મુંય દિહી હારકા ચોમાકતા આતા એને ચ્યા પાગ આગડા ખાંબા હારકા આતા.
પાછે માયે યોક મોઠી ઉજળી રાજગાદી દેખી, એને રાજગાદ્યેવોય પોરમેહેર બોઠલો આતો, બાકી જાં પોરમેહેર બોઠલો આતો, તાંઅરે દોરતી એને આકાશ બોદા ગાયપ ઓઅય ગીયા, એને કાદાય બી ચ્યાહાન પાછા નાંય દેખ્યા.
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
એને ચ્યા ફાડકે બોજ ઉજળેંફુલ ઓઅઇ ગીયે, તોહડે દોરત્યેવોય કાદોબી ઉજળાવી નાંય હોકે.
યા દુનિયા લોકહા હારકા તુમા નાંય બોના, બાકી તુમહે મોન બોદલાય જાયનાકોય તુમહે ચાલ-ચલન બી બોદલાય જાય, જ્યાકોય તુમા પોરમેહેરા ઇચ્છા કાય હેય, એને ચ્યાલ કાય ગોમહે, એને ચ્યા સિદ્ધ ઇચ્છા કાય હેય, તી માલુમ કોઅતે રા.
ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.
છ દિહા પાછે ઈસુવે પિત્તર, યાકૂબ એને ચ્યા બાહા યોહાનાલ લેયને ચ્યા ઉચા ડોગાવોય ગીયા.
એને ભવિષ્યવક્તા મૂસા એને એલીયા ઈસુવાઆરે વાતો કોઅતા દેખ્યા.