15 એને જોવે દિહી બુડા લાગલો તોવે ચ્યા શિષ્યહાય ઈસુવાપાય યેઇન આખ્યાં “ઉજાડ જાગો હેય, એને દિહી બુડા વાય રિયહો. લોકહાન જાં દે કા ચોમખી ગાવહામાય એને ફોળ્યે-ફોળહયે માય જાયન ખાઅના વેચાતાં લેય યેય હોકે.”
બાકી ઈસુ ઠાવકોજ રિયો એને કાયજ નાંય બોલ્યો, તોવે ચ્યા શિષ્યહાય ચ્યા પાહાય યેયન વિનાંતી કોઇન આખ્યાં, “એલ્યે થેએયેલ દોવાડી દે, આમે પાહલા બોંબાલતી યેહે.”
એને જોવે દિહી બુડા લાગ્યો, તોવે ચ્યા બાર શિષ્યહાય ઈસુવાપાય યેઇન આખ્યાં, “લોકહાન જાં દે કા ચોમખી ગાવહામાય એને ફોળી-ફોળહી માય જાયન ચ્યાહાહાટી રોઅના એને ખાઅના વ્યવસ્થા કોએ, કાહાકા આપા ઈહીં એકાંત જાગામાય હેજે.”
ઈહીમાઅને કોલાહાક જાંઆ બોજ દુઉરે યેનહા, જોવે આંય ચ્યાહાન બુખા ગોઓ દોવાડી દાંઉ, તોવે વાટેમાય ચ્યા થાકીન તાંજ રોય પોડી.”
જોવે ઈસુવાલ ઈ ખોબાર મિળી તોવે તાઅને તો ઉડીમાય બોહીન, યોક ઉજાડ જાગામાય માઅહા પાયને આલાગ નિંગી ગીયો, બાકી લોકહાન ચ્યા ખોબાર પોડી, એને ચ્યાહા શેહેરામાઅને ચ્યા પાગે ચાલીન ચ્યા પાહલા યેના.
જોવે તો મેરાવોય પોઅચ્યો, તોવે બોજ માઅહા ટોળો એઅયો, એને ચ્યાહાવોય ચ્યાલ દયા યેની એને જ્યેં દુ:ખ્યે આતેં, ચ્યે ચ્યાહા દુખાહાન હારાં કોઅયા.
બાકી ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ચ્યાહા જાઅના જરુર નાંય હેય, તુમાંજ ચ્યાહાન ખાઅના દિયા,”