33 આજુ બિજો દાખલો ચ્યાહાન દેનો, “હોરગા રાજ્ય ખમીરા હારકા હેય જ્યાલ યોક થેએયે લેઈને તીન માપ (તીન ચોપે) કુટામાય મોગલી દેના, એને બોદા ખમીર ઓઅઇ ગીયા.”
હાચવીન રા, કાહાકા લોક જીં આખતાહા તી હાચ્ચાં હેય કા, વાયજ ખમીર બોદાંજ લોંદાલ ફુલવી દેહે.
તી ખમીરા હારકા હેય, જ્યાલ કાદ્યે થેએયે લેયને તીન માપ કુટામાય મોગલી દેના, એને દિરે-દિરે બોદો કુટ ખમીર ઓઈ ગીયો.”
બાકી યે રીતેથી જીવન જીવા તુમા આમહે તારણારો ઈસુ ખ્રિસ્ત તુમહેહાટી વોદારે ને વોદારે સદા મોયાથી કામ કોએ, એને ઈ કા તુમા ચ્યાલ વોદારે હારેરીતે જાંઆય હોકે, ચ્યા મહિમા આમી એને કાયામ ઓઅતી રોય. આમેન.
એને મા ઈ પ્રાર્થના હેય કા યોક બીજહાવોય તુમહે પ્રેમ, હાચ્ચાયે જ્ઞાન એને બોદા વિચારાહા આરે આજુબી વોદતે જાય.
યે વાતે માન પાક્કી ખાત્રી હેય, કા જ્યા પોરમેહેરાય તુમહેમાય ઈ હારાં કામ ચાલુ કોઅયાહાં, તી ઈસુ ખ્રિસ્ત પાછો યેઅના દિહી લોગુ પુરાં બી કોઅરી.
જીં ડાહગી માંયેમાય લાગલી હેય, એને ફળ નાંય લાગે, ચ્યેલ તો ખાંડી ટાકહે, એને જ્યેલ ફળ લાગતેહે, ચ્યેલ તો ડાળી ટાકહે તોવે કા તી આજુ ફળ દેય.
પોરમેહેરાય ચ્યા દુ:ખા દિહી ઓછા કોઅઇ દેઅના નિર્ણય લેદલો હેય, નેતે, કાદાબી જીવા બોચાવ નાંય ઓઅતો, બાકી ચ્યા દિહાહા આકડો વોછો કોઅઇ દેઅરી, ચ્યા નિવાડલાહા મોદાતેહાટી.
ઈસુવાય ચ્યાહાન બિજો દાખલો દેનો કા, “હોરગા રાજ્ય ચ્યા બિયારો પોઅનારા ખેડુતા હારકા હેય જ્યાંય ચ્યા પોતાના રાનામાય હારો બિયારો ટાક્યો.