49 એને ચ્યા શિષ્યહા એછે ચ્યા આથ લાંબો કોઇન આખ્યાં, “એઆ, યે મા આયહો એને મા બાહા હેય.
એને જ્યેં ચોમખી બોઠલેં આતેં, ચ્યાહા એછે એઇન ચ્યાય આખ્યાં, “એઆ, ઈ મા આયહો એને યા મા બાહા હેતા.
આંય કેવળ યા શિષ્યહા હાટી પ્રાર્થના નાંય કોઉ, બાકી ચ્યાહાહાટી બી જ્યેં યા શિષ્યહા સંદેશ વોનાયને માયેવોય બોરહો કોઅરી.
એને જલદી જાયન ચ્યા શિષ્યહાન આખા કા તો મોઅલા માઅને પાછો જીવી ઉઠયોહો, એને તો તુમહે પેલ્લા ગાલીલ ભાગામાય જાહે, તાં તુમા ચ્યાલ એઅહા, એઆ, માયે તુમહાન આખી દેનહા.”
ઈ બોદા વોનાઈન આખનારાલ જાવાબ દેનો, “કું હેય મા આયહો? એને કું મા બાહા?”
કાહાકા જીં કાદાં હોરગ્યા આબહા ઇચ્છા પુરી કોઅહે, તીંજ મા બાહા, એને મા બોઅહી એને મા આયહો હેય.”