15 ઈ જાઇન ઈસુ તાઅને જાતો રિયો, એને બોજ લોક ચ્યા પાહલા ગીયા એને ચ્યાય બોદહાન હારેં કોઅયે.
જોવે તુમહાન ચ્યે યોકા શેહેરામાય સતાવે, તોવે બિજા શેહેરામાય નાહી પોડજા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તુમા આંય, માઅહા પોહા યેઅના પેલ્લા ઈસરાયેલ દેશા બોદા ગાવાહામાય ગીયા બી નાંય ઓરી.
ચ્યે વાતે લીદે ઈસુ પાછે ખુલ્લી રીતે યહૂદી લોકહામાય નાંય ફિર્યો, બાકી તાઅને નિંગીન ઉજાડ જાગા પાહીને વિસ્તાર, એફરાઈમ ગાવામાય જાતો રિયો એને ચ્યા શિષ્યહાઆરે તાંજ રા લાગ્યો.
ચ્યા પાછે ઈસુ ગાલીલ ભાગામાય ફિરતો રિયો, કાહાકા યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં હોદેત, યાહાટી ચ્યાય યહૂદા વિસ્તારમાય ફિરા વિચાર નાંય કોઅયો.
એને લોકહા મોઠી ગીરદી ચ્યા પાહલા યેની એને ઈસુય ચ્યાહામાઅને દુઃખહ્યાન હારાં કોઅયા.
જાં કેસ ઈસુ ગાવહામાય, કા શેહેરાહામાય ગીયો, તોવે દુખ્યાહાન બાજારામાય થોવિન ચ્યા રાવ્યો કોએત, કા ઈસુ ફાડકા મેરાલ આથ લાવાં દેય. એને જોલે ચ્યાલ આથ લાવેત, ચ્યા બોદહાજ બોચાવ ઓઅઇ જાય.
એને તુમહાન યાહાટીજ હાદ્યાહા બી કાહાકા ખ્રિસ્તે તુમહેહાટી દુઃખ ઉઠાવીન, તુમહાન યોક નમુનો દેય ગીયહો કા તુમાબી ચ્યા પાગહા નિશાણ્યેહેવોય ચાલા.
આપા હારેં કામે કોઅરાહાટી ઈંમાત નાંય આરજે, કાહાકા જો આપા હારાં નાંય માનજે, તે પોરમેહેરા ઠીક સમાયાવોય ઇનામ મેળવુહુ.
જ્યેં માન દોવાડયોહો, ચ્યા હોપલા કામ આમહાન જલદી પુરેં કોઅના હેય, કાહાકા રાત યેહે, ચ્યેમાય કાદો કામ નાંય કોઇ હોકે.
ચ્યા દિહાહામાય ઈસુ પ્રાર્થના કોઅરાહાટી યોકા ડોગાવોય ચોડી ગીયો, એને આખી રાત પોરમેહેરાલ પ્રાર્થના કોઅનામાય કાડી.
બાકી ઈસુવે ચ્યાહા મોના વિચાર જાંઆઈન આખ્યાં, “તુમહે મોનામાય કાહા ખારાબ વિચાર કોઅતાહા?
બાકી લોકહાન ખોબાર પોડી ગિઇ, એને લોક ઈસુઇહી યેના, તોવે ઈસુય ચ્યાહાઆરે ખુશીને હાતે મિળ્યો, એને ચ્યાહાઆરે પોરમેહેરા રાજ્યા વાત કોઅરા લાગ્યો, એને જ્યેં હારેં ઓઅરા માગતે આતેં, ચ્યાહાન હારાં કોઅયા.