Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




માથ્થી 10:15 - ગામીત નોવો કરાર

15 આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, ન્યાયા દિહી ચ્યા શેહેરા દશા સદોમ એને ગમોરા શેહેરા કોઅતા વોદારી સાજા મિળી એને યાહા હાલાત બોજ ખારાબ ઓઅઇ જાઅરી.

Gade chapit la Kopi




માથ્થી 10:15
22 Referans Kwoze  

પોરમેહેરે બોજ સમયા પેલ્લા સદોમ એને ગમોરા શેહેરામાય રોનારા લોકહાન સજા દેની, કાહાકા ચ્યાહાય ખારાબ કામે કોઅલે. યા લીદે, ચ્યાય ચ્યાહાન પુરે રીતેકોય બાળીન નાશ કોઅયો ઓલે લોગુ કા તાં કેવળ બુંબર્યાજ રોય ગીયા. એહેકેન કોઇન ચ્યાય નમુનો દેખાડયા કા ચ્યા લોકહા કાય ઓઅરી જ્યા ચ્યા દાક નાંય રાખે.


યા પરમાણે પ્રેમ આપહામાય સિદ્ધ ઓઅયા કા આમહાન ન્યાયા દિહી ઈંમાત રોય કા તો આપહાન ડોંડ નાંય દેઅરી, કાહાકા જેહેકોય તો હેય, તેહેકોનુજ દુનિયામાય આપાબી હેય.


બાકી પોરમેહેર ચ્યે આગનાયેથી આકાશ એને દોરત્યેલ જીં આમી હાલમાય હેય, સુરક્ષિત કોઅય રિયહો, એટલે આગડાથી ચ્યાહા નાશ કોઅય દેય. તો ચ્યાહાન ચ્યા દિહા હાટી રાખી રિયહો, જોવે તો ન્યાય કોઅરી એને ચ્યા લોકહાન નાશ કોઅય દેઅરી જ્યેં ચ્યા આગના પાલન નાંય કોએત.


યે બોદે કામે જ્યેં પોરમેહેરે અતીતમાય કોઅયે, ચ્યે આમહાન ઈ દેખાડતેહેં કા જ્યા લોક આત્મિક જીવન જીવતેહે, જોવે ચ્યે મુશીબાતમાય રોતેહેં, તે પોરમેહેર નોકીજ રુપે ચ્યાહાન હાંબાળી રાખરી, એને આમા ઇબી નોક્કી કોઅય હોકજેહે કા તો ખારાબ લોકહાન ન્યાયા દિહા લોગુ સજા દાંહાટી રાખી થોવના જાંઅહે.


એને જાં તુમહાન લોક નાંય હાદેત એને તુમહાન નાંય હાંબળેત, તાંઅરે નિંગી જાયા, એને ચ્યાહાન નિશાણી દાંહાટી, તુમહે પાગહા આરેને ઉદળાં તાંજ ખેખરી ટાકજા, ચ્યાહાન ઈ ચેતાવણી દાંહાટી કા પોરમેહેરા એહેરે મિળનારી સાજા ચ્યા પોતેજ જાબાવદાર હેય.


એને આંય તુમહાન આખતાહાવ કા, જ્યો-જ્યો નોકામ્યો વાતો માઅહું આખી, ન્યાયા દિહીહયામાય ચ્યે બોદયે વાતહે ઇસાબ લેવામાય યી.


કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ કા, જાંઉ લોગુ આકાશ એને દોરતી જાતા નાંય રોય એને બોદ્યો ભવિષ્યવાણ્યો પુર્યો નાંઈ ઓઅરી, તાંઉલોગુ નિયમશાસ્ત્રા માઅને યોક કાનો કા યોક બિંદુ બી નાંય ઓટી.


એને ન્યાય કોઅના દિહી બોજ લોક માન એહેકેન આખરી, ઓ પ્રભુ, ઓ પ્રભુ, કાય આમહાય તો નાવાકોય ભવિષ્યવાણ્યો કોઅલ્યો, એને તો નાવાકોય બુતાહાલ આમાહાય કાડલા, એને તો નાંવે આમહાય બોજ મોઠે ચમત્કારા કામે કોઅલે.


એને માન દોવાડનારા મોરજી ઈ હેય કા, ચ્યે માન બોદા કાય દેનહા, ચ્યામાઅને કાયબી ટાકાય નાંય, બાકી છેલ્લે દિહી આંય જીવતો કોઉ.


કા ઈજ મા આબહા મોરજી હેય, કા જીં માઅહું પોહાલ એએ એને ચ્યાવોય બોરહો કોએ તો અનંતજીવન મિળવે, એને ચ્યાલ આંય છેલ્લે દિહે જીવતો ઉઠાડીહી.”


જીં માઅહું મા નાકાર કોઅહે એને મા વાત સ્વીકાર નાંય કોએ, ચ્યાલ ડોંડ દેનારો તો યોક હેય, મતલબ જીં વાત માયે આખલી હેય, તી ન્યાયા દિહે ચ્યાલ ડોંડ દેઅરી.


કાહાકા ચ્યાય યોક દિહી નોક્કી ઠોરવ્યોહો, ચ્યામાય તો આખા દુનિયા ન્યાય કોઅરી, પોરમેહેરે ચ્યાલ મોઅલા માઅને પાછો જીવતો ઉઠાડીન બોદા લોકહાન યે વાતે સાબિતી દેય દેનહી.


જોવે ઈસુ ખ્રિસ્ત પાછો યી તોવે દરેક માઅહા કામાહાન આગડાકોય પારખી. ઈજ આગ દરેકા કામહાલ સાબિત કોઅરી.


બાકી, ઓ વિસ્વાસી બાહાહાય, તુમા યે વાતે બારામાય તે આંદારામાય નાંય હેય, કા પ્રભુ ઈસુ પાછા યેયના દિહી, તુમહેપાય જેહેકેન બાંડ અચાનક યેહે તેહેકેન યેય જાય એને યાથી તુમા ચમકાય નાંય જાતા.


યોકબિજાહાતે આરાધના કોઅરાહાટી યોકઠા ઓઅના મા છોડહા, કાહાકા કોલહાક લોક એહેકેન કોઅય રીયહા, બાકી આપા યોકબિજાલ આજુ વોદારે ગોત્યેથી ઉત્તેજન કોઅતે કાહાકા આપા જાંઅજેહે કા પ્રભુ માહારીજ પાછો યેનારો હેય.


તુમહાય ચ્યા હોરગા દૂતહા બારામાય બી વિચારા જોજે, જ્યેં ચ્યા ઓદિકારથી સંતુષ્ટ નાંય આતા, જીં પોરમેહેરાય ચ્યાહાન દેનલા આતાં, બાકી હોરગામાય પોતાના ગોઆલ નાકારી દેના, બાકી પોરમેહેરાય ચ્યાહાન નિચે અંધકારમાય કાયામહાટી હાકળાથી બાંદી દેના, જાં તો ચ્યાહાન ચ્યા ન્યાયા દિહા હાટી રાખી થોવ્યાહા.


યા ઈસરાયેલ લોક એને હોરગા દૂતહા હારકા, ચ્યા લોકહાનબી યાદ રાખા, જ્યા સદોમ એને ગમોરા એને ચ્યા આહી-પાહી શેહેરાહામાય રોતા આતા, કા ચ્યાહાઆરે કાય જાયલા આતા. ચ્યા લોક વ્યબિચારી ઓઅય ગીઅલા આતા એને બિજા લોકહાઆરે વ્યબિચાર કોઅના પોસંદ કોઅતા આતા, યાહાટી પોરમેહેરે ચ્યાહાન આગડાથી નાશ કોઅય દેના. ચ્યાહાઆરે જીં જાયા તી જુઠા માસ્તારાહાહાટી યોક ચેતાવણી બોની ગીયહા, કા ચ્યાહાનબી કાયામના નરકા કોળ્યે ડોંડ દેનલો જાઅરી.


Swiv nou:

Piblisite


Piblisite